Corona Update: દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 10,956 નવા કેસ, 396 લોકોના મૃત્યુ

ભારત (Coronavirus in India) માં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે તો રેકોર્ડતોડ વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,956 નવા કેસ નોંધાયા છે. જ્યારે 396 લોકોએ એક જ દિવસમાં કોરોના (Corona Virus) ના લીધે જીવ ગુમાવ્યાં છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3 લાખ નજીક પહોંચ્યો છે. જ્યારે 8498 જેટલા લોકોએ અત્યાર સુધીમાં કોવિડ 19થી જીવ ગુમાવ્યાં છે. 
Corona Update: દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તોડ્યા, 24 કલાકમાં 10,956 નવા કેસ, 396 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: ભારત (Coronavirus in India) માં કોરોનાના કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે. આજે તો રેકોર્ડતોડ વધારો જોવા મળ્યો. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,956 નવા કેસ નોંધાયા છે. જ્યારે 396 લોકોએ એક જ દિવસમાં કોરોના (Corona Virus) ના લીધે જીવ ગુમાવ્યાં છે. ભારતમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3 લાખ નજીક પહોંચ્યો છે. જ્યારે 8498 જેટલા લોકોએ અત્યાર સુધીમાં કોવિડ 19થી જીવ ગુમાવ્યાં છે. 

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ હાલ દેશમાં કોરોનાના કુલ 297535 કેસ છે. જેમાંથી 141842 એક્ટિવ કેસ છે અને 147195 જેટલા લોકો ડિસ્ચાર્જ થયા છે. કોવિડ 19થી અત્યાર સુધીમાં 8498 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દેશમાં સૌથી વધુ કોરોનાના કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ અને ગુજરાત રાજ્યોમાં જોવા મળી રહ્યાં છે. 

આ ચાર રાજ્યો સૌથી વધુ કોરોના પ્રભાવિત
મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 97648 કેસ નોંધાયા છે. જેમાંથી 47980 એક્ટિવ કેસ છે અને 46078 લોકો સાજા થયા છે. જ્યારે 3590 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ બીજા ક્રમે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 38716 કેસ નોંધાયા છે. જેમાંથી 17662 એક્ટિવ કેસ છે અને 20705 લોકો ડિસ્ચાર્જ થયા છે. 349 લોકોના કોવિડ 19થી મૃત્યુ થયા છે. 

જુઓ LIVE TV

ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. જ્યાં કોરોનાના કુલ 34687 કેસ છે. જેમાંથી 20871 એક્ટિવ કેસ અને 12731 લોકો ડિસ્ચાર્જ થયા છે. 1085 લોકોએ કોવિડ 19થી જીવ ગુમાવ્યાં છે. ચોથા નંબરે ગુજરાત આવે છે. અહીં કોરોનાના 22032 કેસ છે જેમાંથી 5546 એક્ટિવ કેસ છે જ્યારે 15101 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. 1385 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news