Offer Sindoor to Hanuman Ji on Janmotsav 2022: આજે સમગ્ર દેશમાં જોરશોરથી હનુમાન જન્મોત્સવ ઉજવવામા આવી રહ્યો છે. હનુમાનજીના દરેક મંદિરમાં આજે ખાસ કાર્યક્રમો ઉજવાઈ રહ્યાં છે. તેમને પસંદગીના ભોગ અને ચઢાવો ચઢાવવામાં આવી રહ્યાં છે. હનુમાનજીને સિંદુર ખાસ ચઢાવવામા આવે છે. કેમ કે તેમને સિંદુર વધુ પસંદ છે. માન્યતા છે કે, હનુમાનજીને સિંદુર ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. તેમજ તમામ કષ્ટ દૂર કરીને મનોકામના પૂરી કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હનુમાનજીને કેમ પસંદ છે સિંદુર
પવનપુત્ર હનુમાનજીને સિંદુર વધુ ગમે છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે. હનુમાનજીને ભગવાન રામ પ્રત્યે અથાગ પ્રેમ અને ભક્ત છે, તે જગજાહેર છે. તેઓ પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવાનો કોઈ પણ મોકો છોડતા નથી. તેની સાથે જોડાયેલી એક ઘટના લંકા વિજયના બાદની છે. આ ઘટના હનુમાનજીના સિંદુર પ્રેમનુ કારણ બની. 


આ પણ વાંચો : ભડકે બળી રહ્યુ છે ગુજરાત, ખંભાત-હિંમતનગર બાદ માણસાનું ઈટાદર સળગ્યું


હકીકતમાં, લંકા પર વિજય બાદ ભગવાન રામ જ્યારે અયોધ્યા પરત ફર્યા ત્યારે હનુમાનજી તેમની સાથે આવ્યા હતા. એક દિવસે તેમણે માતા સીતાનું સિંદુર જોઈને પૂછ્યુ કે, તેઓ માથા પર સિંદુર કેમ લગાવે છે. ત્યારે માતા સીતાએ પ્રસન્ન થઈને કહ્યુ કે, તે તેમના સુહાગની નિશાની છે અને તેને જોઈને ભગવાન શ્રીરામ બહુ જ પ્રસન્ન થાય છે. બસ, આ સાંભળીને હનુમાનજીએ નક્કી કરી લીધુ કે તેઓ પણ આજથી સિંદુર લગાવશે.  


આ પણ વાંચો : સુરતની સૂરત બગડી, રૂપિયો કમાવાની લ્હાયમાં ધંધાદારીઓએ શહેરી સુંદરતા પર કાળી મેસ ચોપડી દીધી


આખો શરીર પર લપેટી લીધું સિંદુર
હનુમાનજીએ પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરવા માટે ન માત્ર સિંદુર લગાવવાનો નિર્ણય કર્યો, પરંતુ તેમણે એવુ પણ વિચાર્યુ કે જો માતા સીતા થોડુ સિંદુર લગાવે છે, તો હું મારા શરીર પર જ સિંદુર ચોપડી દઉ તો તેનાથી ભગવાન શ્રીરામ વધુ પ્રસન્ન થઈ જશે. તેના બાદ હનુમાનજીએ પ્રેમથી પોતાના આખા શરીર પર સિંદુર લગાવ્યુ હતું અને ભગવાન રામના દરબારમાં પહોંચ્યા હતા. તેમનો આ રૂપ જોઈને સૌ દંગ રહી ગયા હતા, પરંતુ જ્યારે તેના પાછળનુ કારણ જાણ્યુ તો ભગવાન રામે પ્રસન્ન થઈને હનુમાનજીને ગળે લગાવ્યા હતા. તેથી જ હનુમાનજીને સિંદુર ચઢાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે. કેમ કે, ભગવાન રામને તે પ્રિય છે. 


આ પણ વાંચો :


હનુમાન જયંતી : સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, મંગળા આરતીમાં નારા ગુંજ્યા