Childrens Day : બાળકોના વ્હાલા ચાચા નહેરુનો બાળપણનો પોપટ સાથેનો આ કિસ્સો છે લાઈફટાઈમ મેમરી
ચાચા નહેરુ (Jawaharlal Nehru) કહેતા હતા કે, બાળકોની સારસંભાળ બહુ જ સારી રીતે થવી જોઈએ, જેથી તેઓ તેમના પગ પર ઉભા રહી શકે. બાળકો જ દેશનું ભવિષ્ય છે. જ્યારે 27 મે, 1964ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેર (Remembering Nehruji)નું અવસાન થયું, ત્યારથી તેમનો જન્મદિવસ 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાઈ. આ પહેલા ભારત સહિત સમગ્ર દુનિયામાં 20 નવેમ્બરના રોજ બાળ દિવસ (Childrens Day) ઉજવાયો હતો. ત્યારે આજે ચિલ્ડ્રન્સ ડે પર નહેરુ સાથે જોડાયેલા બે યાદગાર કિસ્સા જાણીએ...
અમદાવાદ :ચાચા નહેરુ (Jawaharlal Nehru) કહેતા હતા કે, બાળકોની સારસંભાળ બહુ જ સારી રીતે થવી જોઈએ, જેથી તેઓ તેમના પગ પર ઉભા રહી શકે. બાળકો જ દેશનું ભવિષ્ય છે. જ્યારે 27 મે, 1964ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેર (Remembering Nehruji)નું અવસાન થયું, ત્યારથી તેમનો જન્મદિવસ 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાઈ. આ પહેલા ભારત સહિત સમગ્ર દુનિયામાં 20 નવેમ્બરના રોજ બાળ દિવસ (Childrens Day) ઉજવાયો હતો. ત્યારે આજે ચિલ્ડ્રન્સ ડે પર નહેરુ સાથે જોડાયેલા બે યાદગાર કિસ્સા જાણીએ...
અદભૂત Video : સોમનાથના કાર્તિકી પૂર્ણિમાના મેળાનો રાતનો નજારો જોઈને આંખો પર વિશ્વાસ નહિ થાય
પ્રથમ કિસ્સો
જવાહરલાલ નહેરુના બાળપણ સાથે જોડાયેલ અનેક લોકપ્રિય પ્રસંગો છે. તેમાં બાળ અવસ્થાની એક ઘટના છે. તેમના ઘરમાં પાંજરમાં એક પોપટ પાળવામાં આવ્યો હતો. પિતા મોતીલાલે પોપટની સારસંભાળ રાખવાની જવાબદારી પોતાના માળીને આપી હતી. એકવાર નહેરુ સ્કૂલથી પરત ફર્યા, તો પોપટે તેમને જોઈને જોરજોરથી અવાજ કરવાનું શરૂ કર્યું. તેઓને લાગ્યું કે, પોપટ પાંજરામાંથી આઝાદ થવા માંગે છે. તેમણે પાંજરાનું દરવાજુ ખોલી દીધું. પોપટ આઝાદ થઈને એક વૃક્ષ પર જઈને બેસ્યો અને નહેરુજી તરફ જોઈને જોરજોરથી અવાજ કરી રહ્યો હતો.
આ સમયે માળી આવ્યો. તે નહેરુને વઢ્યા અને બોલ્યા કે, આ તે શું કર્યું? તો બાળ નહેરુ બોલ્યા, કે આખો દેશ આઝાદ થવા માંગે છે. આ પોપટ પણ એ જ ઈચ્છે છે. દરેકને આઝાદી મળવી જોઈએ.
બીજો કિસ્સો
ભારતના પહેલા વડાપ્રધાન બન્યા બાદ એક દિવસે તીન મૂર્તિ ભવનના બગીચામાં લાગેલા વૃક્ષો વચ્ચે વડાપ્રધાન નહેરુ ચાલી રહ્યા હતા. તેમનુ ધ્યાન વૃક્ષો પર પડ્યું. બગીચાની બહારને તેઓ બારીકાઈથી નિહાળીને ખુશ થઈ રહ્યા હતા, ત્યારે એક એક બાળકના રડવાનો અવાજ તેમને સંભળાયો. નહેરુએ આજુબાજુ જોયુ તો એક-બે મહિનાનું બાળક વૃક્ષની નીચે હતું. પહેલા તો તેમને આશ્ચર્ય લાગ્યું અને બાદમાં વિચાર્યું કે તેની મા ક્યાં હશે. તેમણે આજુબાજુ નજ કરી, તો કોઈ નજર આવી ન રહ્યું હતું. બાળકે જોરથી રડવાનું શરૂ કર્યું. તેથી નહેરુએ બાળકને ઉપાડીને હળવેકથી થપથપાવાનું શરૂ કર્યું. બાળક હસવા લાગ્યો. તેઓ બાળક સાથે રમવા લાગ્યા. બસ, ત્યાં જ તેની માતા આવી પહોંચી. પોતાના બાળકનું આવુ નસીબ જોઈને તેની માતાને પોતાના આઁખો પર વિશ્વાસ ન થયો.