Video : કોંગ્રેસના MLA ચંદ્રિકાબેન બારીયાએ લોચો માર્યો, જાહેરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ગણાવ્યા ડોબા

દાહોદ ખાતે કોંગ્રેસ (congress) ના જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા (Chandrika Bariya) એ જાહેર જનતા વચ્ચે સ્ટેજ પર ઉભા રહીને બફાટ કર્યો હતો. તેમણે વિધાનસભાની પેટાચૂંટણીમાં કારમી હાર મેળવેલા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala)ને ડોબા ગણાવ્યા હતા. તો સાથે જ રાધનપુર અને બાયડ બેઠક પર નવા ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને આખલા ગણાવ્યા હતા.  
Video : કોંગ્રેસના MLA ચંદ્રિકાબેન બારીયાએ લોચો માર્યો, જાહેરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહને ગણાવ્યા ડોબા

દાહોદ :દાહોદ ખાતે કોંગ્રેસ (congress) ના જનવેદના આંદોલન કાર્યક્રમમાં ગરબાડા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા (Chandrika Bariya) એ જાહેર જનતા વચ્ચે સ્ટેજ પર ઉભા રહીને બફાટ કર્યો હતો. તેમણે વિધાનસભાની પેટાચૂંટણીમાં કારમી હાર મેળવેલા અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને ધવલસિંહ ઝાલા (Dhavalsinh Zala)ને ડોબા ગણાવ્યા હતા. તો સાથે જ રાધનપુર અને બાયડ બેઠક પર નવા ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્યોને આખલા ગણાવ્યા હતા.  

— Zee 24 Kalak (@Zee24Kalak) November 14, 2019

કેટલીકવાર નેતાઓ ઉત્સાહને ઉત્સાહમાં મંચ પરથી એવું બોલતા હોય છે, જે સાંભળીને પાછળથી કદાચ તેઓને પણ પસ્તાવો થતો હશે. આવું જ કંઈક બન્યું છે દાહોદમાં. કોંગ્રેસના મહિલા ધારાસભ્ય ચંદ્રીકા બારીયાએ પ્રદેશપ્રભારી તથા પ્રદેશપ્રમુખની હાજરીમાં જ વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના 3 ધારાસભ્યોની તુલના આખલા સાથે કરી દીધી. નેતાઓની હાજરીમાં ઉત્સાહમાં આવેલા ચંદ્રીકા બારીયાએ પોતાના ભાષણમાં બાયડ, થરાદ અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્યોને આખલા સાથે સરખાવ્યા. તો સાથે જ કોંગ્રેસે આ 3 આખલા જેવા ધારાસભ્યોને પ્રદેશ અધ્યક્ષને સોંપ્યા હોવાનો બફાટ કર્યો હતો. ચંદ્રીકાબેન આટલેથી જ ન અટક્યા. જનવેદના સભામાં કોંગ્રેસી નેતા ચંદ્રિકાબેને વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી. ચંદ્રીકાબેને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની તુલના ડોબા સાથે કરી નાખી.  

તેમણે વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું હતું કે, ભાજપ નિષ્ફળ ગયું છે. આજે અલ્પેશ અને ધવલની જગ્યાએ આજે આપણા બે આખલા ગુજરાતને સોંપ્યા છે. તેથી હવે તાલુકાની ચૂંટણી પણ આપણે જીતીશું તેમાં કોઈ બેમત નથી. મુખ્યમંત્રી અને મંત્રી બનવા અલ્પેશ અને ધવલ ગયા હતા. એ ડોબાઓને પ્રજાએ તેમને ઠેંકાણે લગાવી દીધા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news