નવી દિલ્હીઃ આ વર્ષે નવા વર્ષ 2021નું સ્વાગત અલગ અંદાજમાં થયું છે. કોરોના સંક્રમણને કારણે દેશના વિવિધ ભાગમાં રાત્રી કર્ફ્યૂ તથા નવા વર્ષના આયોજનો પર પ્રતિબંધોને કારણે જશ્નનો પાસો ન ચઢી શક્યો. લોકો કોરોનાના નિયમોનું કડક રીતે પાલન કરે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં પોલીસકર્મી તથા ડ્રોનની તૈનાતી રહી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તથા ઉપ રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ લોકોને નવા વર્ષની શુભેચ્છા આપતા કોરોના સંકટ કાળમાં એકત્રિત થઈને આગળ વધવાની અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના સંકતને જોતા 
દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (Delhi Disaster Management Authority)એ બે દિવસ માટે રાત્રી કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું. આ આદેશ 31 ડિસેમ્બર અને એક જાન્યુઆરીના રાત્રે 11 કલાકથી સવારે છ કલાક સુધી લાગૂ છે. 


કારથી લઈને ટેક્સ સુધી નવા વર્ષમાં થઈ રહ્યાં છે ઘણા ફેરફાર, જાણો તમારા પર શું થશે અસર


દિલ્હીમાં નાઇટ કર્ફ્યૂ
સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે, રાત્રી કર્ફ્યૂ એટલા માટે લગાવવામાં આવ્યું છે કે જેથી તે નક્કી કરી શકાય કે કોઈ પણ ભૂલ ન થાય અને કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં રહે. કનોટ પ્લેસ તથા અન્ય ભીડભાળ વાળા સ્થાને ખાસ નજર રાખવામાં આવી છે. કર્ફ્યૂ દરમિયાન કોઈ જાહેર કાર્યક્રમ અને પાંચથી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે. પરંતુ લાઇસન્સ ધારક હોટલ, ક્લબ, રેસ્ટોરન્ટ પર આ પ્રતિબંધ લાગૂ નથી. 


મુંબઈમાં 30 હજાર પોલીસકર્મી તૈનાત
તો મુંબઈમાં પણ લોકો પર નજર રાખવા માટે આશરે 30 હજાર પોલીસકર્મી તથા ડ્રોનની તૈનાતી કરવામાં આવી છે. શહેરમાં કલમ 144 લાગૂ રહી. રાત્રી કર્ફ્યૂ 11 કલાકથી લાગૂ કરી દેવામાં આવ્યું. આજ રીતે ગુજરાત, ઓડિશા, કેરલ જેવા રાજ્યોમાં પણ અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. ઓડિશામાં ગુરૂવારે રાત્રે દસ કલાકથી શુક્રવારે સવારે પાંચ કલાક સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube