મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ખુબ ઓછા સમયમાં કરિયરમાં મોટી સફળતા આંબી છે. હાર્દિક પંડ્યા લક્ઝરી લાઈફ જીવવા માટે જાણીતો છે. વર્લ્ડ ક્રિકેટમાં હાર્દિક પંડ્યાએ ખુબ જ ઓછા સમયમાં ખુબ દૌલત અને શોહરત મેળવી છે. હાર્દિક પંડ્યા વિશે પણ હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કસ્ટમ વિભાગે તેની 5 કરોડની બે ઘડિયાળો જપ્ત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કિંમત જાણીને દંગ રહી જશો
હાર્દિક પંડ્યાની ઘડિયાળની કિંમત જાણીને તમે દંગ રહી જશો. હાર્દિક પંડ્યાની આ બે ઘડિયાળોની કિંમત 5 કરોડ રૂપિયા છે. હાર્દિકની આ બે ઘડિયાળોએ ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી છે. હાર્દિક પંડ્યા માટે હાલ સમય લાગે છે કે સારો નથી. ટી20 વર્લ્ડ કપ બાદ સિલેક્ટર્સે તેને ટીમ ઈન્ડિયામાંથી ડ્રોપ કર્યો છે. હવે ખબર છે કે ટી20 વર્લ્ડ કપ બાદ UAE થી પાછા ફરેલા હાર્દિક પંડ્યાની 2 ઘડિયાળો કસ્ટમ વિભાગે જપ્ત કરી છે. 


કેમ જપ્ત થઈ ઘડિયાળો?
અમારી સહયોગી વેબસાઈટ ZEE News.com English એ એબીપી લાઈવના હવાલે જણાવ્યું છે કે હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળોનું બિલ ન હતું અને તેમણે ઘડિયાળોને ડિક્લેર પણ કરી નહતી. ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હાર્દિક પંડ્યાની 5 કરોડની બે ઘડિયાળો જપ્ત કરી છે. અત્રે જણાવવાનું કે હાર્દિક પંડ્યાને મોંઘી ઘડિયાળોનો ખુબ શોખ છે. તેણે થોડા સમય પહેલા જ Patek Philippe Nautilus Platinum 5711 ઘડિયાળ ખરીદી હતી. જેની કિંમત 5 કરોડ રૂપિયાથી વધુ છે. 


હાર્દિક પંડ્યાએ આપી પ્રતિક્રિયા
જો કે આ સમગ્ર મામલે હોબાળો મચ્યા બાદ હવે હાર્દિક પંડ્યાએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક ટ્વીટ કરીને તેણે મામલાની સચ્ચાઈ જણાવી છે. દુબઈથી પાછા ફરેલા હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે બે લકઝૂરિયસ ઘડિયાળ જપ્ત કરી. હાર્દિક પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે 15 નવેમ્બરની સવારે દુબઈથી મુંબઈ પહોંચ્યા બાદ હું પોતે દુબઈથી જે સામાન ખરીદ્યો હતો, તેની કસ્ટમ ડ્યૂટી ચૂકવવા માટે એરપોર્ટ પર હાજર કસ્ટર કાઉન્ટર પર ગયો હતો. મારા વિશે સોશિયલ મીડિયામાં ખોટી જાણકારી ફેલાવવામાં આવી રહી છે. મે પોતે બધા સામાનની જાણકારી એરપોર્ટ પર હાજર કસ્ટમ અધિકારીઓને આપી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube