નવી દિલ્હી: વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ડો. હર્ષવર્ધને રવિવારે વૈજ્ઞાનિકોને એક નિશ્વિત સમય સીમાને ધ્યાનમાં રાખતાં COVID-19 (Coronavirus)ની સારવારનું સમાધાન શોધવા માટે કહ્યું છે. તેમણે કહ્યું કે આ 'યુદ્ધનો સમય' છે અને તેને એક સામાન્ય શોધ ન ગણી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હર્ષ વર્ધને વૈજ્ઞાનિકો અને ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ ડિરેક્ટર જનરલ શેખર મંડે અને તમામ 38 CSIR પ્રયોગશાળાના ડિરેક્ટર્સ સાથે સમીક્ષા બેઠક કરી. બેઠકમાં મંડેએ કહ્યું કે એક કોર સ્ટ્રેટજી ગ્રુપ (સીએસજી) બનાવવામાં આવ્યું છે અને જેમાં પાંચ વર્ટિકલ હેઠળ કોરોના વાયરસ (Coronavirus) સંબંધી કાર્ય કરવામાં આવી રહ્યા છે. તેમાં ડિજિટલ અને મોલિક્યૂલર સર્વિલેન્સ, તાત્કાલિક અને વ્યાજબી સારવાર, નવી દવાઓ, દવાઓનો પુન: ઉપયોગ અને તેની સાથે જોડાયેલી પ્રક્રિયાઓ, હોસ્પિટલોના ઉપકરણો, પીપેઐ, આપૂર્તિ અને લોજિસ્ટિક સપોર્ટ સિસ્ટમ સામેલ છે. 


હર્ષવર્ધને CSIR ના વૈજ્ઞાનિકોને એક નિશ્વિત સમય સીમાને ધ્યાનમાં રાખતાં COVID-19ની સારવારના સમાધાન વિકસિત કરવા માટે કહ્યું. તેમણે કહ્યું કે આ 'યુદ્ધનો સમય' છે અને વૈજ્ઞાનિકો યુદ્ધ પુરૂ થાય તે પહેલાં જ સમાધાન આપવા માટે કામ કરવું જોઇએ, તેને એક સામાન્ય શોધ ગણવામાં નહી આવે. તેમણે એમપણ કહ્યું કે COVID-19 નો ફાયદો એ પણ છે કે આ દેશની આત્મનિર્ભરતા વધારશે અને તેનાથી મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય દેખભાળ ઉપકરણ વિકસિત કરવામાં સ્વદેશી ક્ષમતાને પ્રોત્સાહન મળશે.    


મંત્રી હર્ષવર્ધને CSIR લેબના વખાણ કર્યા કે આ લેબ કોરોના વાયરસ રોગીઓના સ્વૈબ સેમ્પ્લની તપાસ પણ કરી રહી હતી અને તેમાંથી કેટલાકને વાયરસને જેનેટિક સીક્વેન્સિંગ કરવાનું પણ શરૂ કરી દીધું છે અને આગામી થોડા અઠવાડિયામાં લગભગ 500 સીક્વેન્સિંગ કરવાનો ટાર્ગેટ છે. જેનેટિક સીક્વેન્સિંગ હોસ્ટની પ્રતિક્રિયા જાણવાની સાથે-સાથે બિમારીના ખતરાની ઓળખ કરવામાં ખૂબ મહત્વપૂર્ણ છે. મંત્રીએ કહ્યું કે આ પ્રયત્નો તેમને 26 વર્ષ પહેલાં પોલિયો આંદોલનની યાદ અપાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર