ફરીદાબાદઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર (Chief Minister Manohar Lal Khattar)એ સુશાંત સિંહ રાજપૂતના પિતા અને તેમના બહેન રાની સિંહ સાથે અહીં મુલાકાત કરી હતી. સુશાંતના પિતાને સાંત્વના આપતા સીએમ અટ્ટરે વિશ્વાસ અપાવ્યો કે, આ મામલો સીબીઆઈને ટ્રાન્સફર થયા બાદ તેમને ન્યાય જરૂર મળશે. સુશાંત સિંહના જીજાજી ઓપી સિંગ ફરીદાબાદના પોલીસ કમિશનર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા કેસની તપાસને લઈને બિહાર અને મહારાષ્ટ્રની પોલીસ વચ્ચે ખેંચતાણ ચાલી હતી. પરંતુ હવે મામલાની તપાસ સીબીઆઈ કરી રહી છે, પરંતુ મહારાષ્ટ્ર સરકાર તેનો વિરોધ કરી રહી છે. આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જવાબ પણ આપવામાં આવ્યો છે. 


સુશાંતના પિતાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ, રિયા પર લગાવ્યો આ ગંભીર આરોપ


બિહાર પોલીસે સીબીઆઈને સોંપ્યા સુશાંત સિંહ કેસ સાથે જોડાયેલા દસ્તાવેજૉ
બીજીતરફ બિહાર પોલીસે સીબીઆઈને સુશાંત કેસ સાથે જોડાયેલા બધા દસ્તાવેજ સોંપી દીધા છે. તો સુબીઆઈએ સુશાંત સિંહ કેસમાં સુપ્રીમ કોર્ટને બિહાર પોલીસને પણ પક્ષકાર બનાવવાની માગ કરી છે. મહત્વનું છે કે સુશાંતના પિતા કેકે સિંહે અભિનેત્રી રિયા ચક્રવર્તી વિરુદ્ધ પટનામાં એક એફઆઈઆર નોંધાવી છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube