Farmers Protest: હરિયાણાના CMનું મોટું નિવેદન, પંજાબના CM વિશે જાણો શું કહ્યું?
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ખેડૂતોના પ્રદર્શન માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા છે. ખેડૂત આંદોલન પર હરિયાણાના મુખ્યમંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. સીએમ ખટ્ટરે કહ્યું કે આ ખેડૂત આંદોલનમાં અનેક અસામાજિક તત્વો સામેલ છે. આ બાજુ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોના મુદ્દે તેમણે કહ્યું કે હરિયાણાની પોલીસ અને પ્રશાસન ઓડિયો પુરાવાની તપાસ કરી રહ્યા છે.
નવી દિલ્હી: હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે ખેડૂતોના પ્રદર્શન માટે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહને જવાબદાર ઠેરવ્યા છે. ખેડૂત આંદોલન પર હરિયાણાના મુખ્યમંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. સીએમ ખટ્ટરે કહ્યું કે આ ખેડૂત આંદોલનમાં અનેક અસામાજિક તત્વો સામેલ છે. આ બાજુ ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાન સમર્થકોના મુદ્દે તેમણે કહ્યું કે હરિયાણાની પોલીસ અને પ્રશાસન ઓડિયો પુરાવાની તપાસ કરી રહ્યા છે.
Farmers Protest: દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ, સતત નારેબાજી
પંજાબના સીએમ પર સાધ્યું નિશાન
હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે એમ પણ કહ્યું કે 'પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ મારો ફોન ઉઠાવતા નથી.' આ અગાઉ હરિયાણાના સીએમ ખટ્ટરે પલટવાર કરતા એક બાદ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે 'કેપ્ટન અમરિન્દરજી, મે પહેલા કહ્યું હતું અને હવે ફરીથી કહું છું, કે જો એમએસપી (MSP) પર કોઈ પરેશાની થશે તો હું રાજકારણ છોડી દઈશ.'
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube