Farmers Protest: દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ, સતત નારેબાજી
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીની સિંઘુ અને ટિકરી બોર્ડર (Singhu and Tikri Border) પર અનેક રાજ્યોના ખેડૂતોનો જમાવડો થયો છે. ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ત્રીજા દિવસે પણ સતત ચાલુ છે. કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાને પાછા ખેંચવાની માગણી સાથે હજારો ખેડૂતો પોતાની માગણી પર મક્કમ છે. બંને બોર્ડર પર જોરદાર નારેબાજી ચાલુ છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકાર ખેડૂતોના મુદ્દા ઉકેલવામાં નિષ્ફળ રહી છે. ટિકરી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન સતત ચાલુ છે.
Burari જવા નથી માગતા ખેડૂતો
કૃષિ કાયદા વિરુદ્ધ 'દિલ્હી ચલો' આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. સિંઘુ અને ટિકરીમાં બને તરફથી ટ્રાફિક આજે પણ ખોરવાયેલો રહ્યો. ખેડૂતો બુરાડી જવા માંગતા નથી. દિલ્હી ટ્રાફિક પોલીસે બસો, ટ્રકો અને ટ્રેકટર ટ્રોલીઓથી દિલ્હી આવી રહેલા ખેડૂતોના કારણે મુસાફરોને અસુવિધાથી બચાવવા માટે મુકરબા ચોક અને જીટીકે રોડથી ટ્રાફિક ડાઈવર્ટ કર્યો છે. દિલ્હી સરહદે ભેગા થયેલા ખેડૂતોને ફક્ત બુરાડી મેદાન તરફ જવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે સિંઘુ અને ટિકરીમાં મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓનું કહેવું છે કે તેઓ વિરોધ માટે મધ્ય દિલ્હીના રામલીલા મેદાન કે જંતર મંતર જવા માંગે છે.
સિંઘુ બોર્ડરથી નહીં હટીએઆ બધા વચ્ચે શુક્રવારે સાંજે બુરાડીના મેદાનમાં ખેડૂતોની છાવણીઓ માટે પાણી અને અન્ય જરૂરી સાધન સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ વિરોધ સ્થળની દેખરેખ કરી રહ્યા છે અને સિંઘુ ટિકરી સરહદો પર સતત સતર્કતા વર્તવામાં આવી રહી હતી. પોલીસ અધિકારીઓની ભલામણ બાદ પણ ખેડૂતો બુરાડી ન જવા માટે અડીખમ છે કારણ કે તેમને ડર છે કે તેનાથી તેમનો ત્રણ કૃષિ કાયદા સામનો વિરોધ નબળો પડશે. આ બધા વચ્ચે બુરાડીના નિરંકારી મેદાનમાં મોકલવામાં આવેલા ખેડૂતોનો એક ભાગ એમ કહીને પાછો ફર્યો કે આ તેમને ભ્રમિત કરવાની રણનીતિ છે.
એક ખેડૂત નેતાએ જણાવ્યું કે પંજાબથી દિલ્હી પ્રવેશ કરવાના પ્રમુખ રસ્તે સિંઘુ બોર્ડર પર ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવાયો કે તેઓ ત્યાંથી નહીં હટે અને પ્રદર્શન ચાલુ રાખશે. તેમણે કહ્યું કે અમે અહીં (સિંઘુ બોર્ડર) પ્રદર્શન ચાલુ રાખીશું અમે ઘરે પાછા ફરીશું નહીં. પંજાબ અને હરિયાણાથી હજારો ખેડૂતો પ્રદર્શનમાં સામેલ થવા આવ્યા છે.
નોંધનીય છે કે શુક્રવારે સરહદે પોલીસના ટીયર ગેસ અને પાણીના મારાનો સામનો કર્યા બાદ સેંકડો ખેડૂતો દિલ્હીમાં પ્રવેશ કરી ગયા પરંતુ હજુ પણ હજારો ખેડૂતો સરહદે જામેલા છે અને તેમણે હજુ પ્રશાસન દ્વારા નિર્ધારિત ધરણા સ્થળ પર પ્રદર્શન કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે