લખનઉઃ હાથરસ કાંડને લઈને દરરોજ નવા ઘટનાક્રમ વચ્ચે પીડિતાના પરિવારનું મોટુ નિવેદન સામે આવ્યું છે. ગેંગરેપ પીડિતાના પરિવારે કહ્યું કે, તે ગામ છોડવા ઈચ્છે છે. તેમણે જણાવ્યા પ્રમાણે આરોપી પક્ષની પંચાયતોને કારણે લોકો ડરેલા છે. તેમનું કહેવું છે કે અમારા પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે અને ધમકીઓ મળી રહી છે. આ વચ્ચે પીડિતાના ઘર-ગામ પર નજર રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સાથે દરેક આવતા-જતાની તપાસ માટે મેટલ ડિટેક્ટર પણ લગાવવામાં આવ્યું છે. ઘરની બહાર પોલીસ તૈનાત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં ઘટના બાદ પીડિતાના ઘરે સતત નેતાઓની અવર-જવર ચાલુ છે. આરોપી પક્ષના લોકો આવતા-જતા લોકોનો વિરોધ કરી રહ્યા છે. તેમના વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યાં છે. ભીમ આર્મીના ચંદ્રશેખરને ધમકી આપવામાં આવી છે તો આપ સાંસદ પર શાહી ફેંકવાની ઘટના પણ બની છે. તેવામાં પીડિતાનો પરિવાર ખુદને અસુરક્ષિત માની રહ્યો છે. 


શહેરમાં આવાસ આપે સરકાર
પીડિતાના ભાઈનું કહેવુ છે કે આરોપી પક્ષ તરફથી કરવામાં આવી રહેલી પંચાયતોથી તેને ડર લાગી રહ્યો છે. તેવામાં ગામમાં રહેવુ યોગ્ય નથી. જો સરકાર તેને શહેરમાં આવાસ આપે તો ત્યાં જઈને રહેશે. 


સુરક્ષા માટે લગાવવામાં આવ્યા સીસીટીવી
બીજીતરફ પરિવાર દ્વારા અસુરક્ષાની વાત એસઆઈટી અને રાજકીય પાર્ટીઓની સામે ઉઠાવ્યા બાદ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. પીડિતાના ઘરે કોણ આવ-જાવ કરી રહ્યું છે તેના પર નજર રાખવા સીસીટીવી કેમેરા લગાવ્યા છે. તેની દેખરેખ પોલીસ કરી રહી છે. આ એટલા માટે કે કોઈ બહારનો વ્યક્તિ ષડયંત્ર હેઠળ કંઇ ગડબડ ન કરી દે. 24 કલાકમાં ગામમાં તૈનાત પોલીસ ફોર્સના અધિકારી સીસીટીવીનો રેકોર્ડ તપાસશે અને સીનિયર ઓફિસરોને તેનો રિપોર્ટ આપશે.


ગુજરાતના CMથી દેશના PM... નરેન્દ્ર મોદી આ રીતે બન્યા રાજકારણના અજેય યોદ્ધા


અવર-જવર કરતા લોકો પર નજર
પોલીસ પ્રમાણે પીડિતાના ઘરની બહાર દોઢ સેક્શન પીએસપી સોમવારથી તૈનાત છે. દરેક અવર-જવર કરનારના ચેકિંગની સાથે રજીસ્ટરમાં એન્ટ્રી થઈ રહી છે. તે પણ જોવામાં આવી રહ્યું છે કે કોણ કેટલીવાર અવર-જવર કરી રહ્યું છે. ઘરના દરેક સભ્યની સુરક્ષા માટે બે-બે સિપાહી 12-12 કલાકની ડ્યૂટીમાં લગાવવામાં આવ્યા છે. ગામમાં એક સીઓ, ત્રણ ઇન્સ્પેક્ટર, બે મહિલા પોલીસ, 15 કોન્સ્ટેબલ, છ મહિલા કોન્સ્ટેબલોને લગાવવામાં આવી છે. 


પીડિતાના ભાઈએ કહ્યું- અમારા વિરુદ્ધ ષડયંત્ર
હાથરસ કેસમાં પીડિતાના ભાઈના મોબાઇલ અને મુખ્ય આરોપીના મોબાઇલથી સતત વાતો થવાની ઘટના સામે આવવા, કોલ ડેટિલને લઈને સવાલ ઉઠાવવાને યુવતીના ભાઈએ ષડયંત્ર ગણાવી દીધું છે. તેનું કહેવું છે કે અમારી બેન અભણ હતી, જો પૂરાવા છે તો સામે લાવો. 


હાથરસ કેસ પર તમામ સમાચારો વિગતવાર જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube