Unstoppable Modi: ગુજરાતના CMથી દેશના PM... નરેન્દ્ર મોદી આ રીતે બન્યા રાજકારણના અજેય યોદ્ધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રાજકારણમાં પોતાની સફરની શરૂઆત એક કાર્યકર તરીકે કરી હતી. વર્ષ 2001માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ વર્ષ 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા. પીએમ મોદીએ આજના દિવસે વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજકારણમાં આ તેમનું 20મું વર્ષ છે. આ અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વીડિયો શેર કરીને પીએમ મોદીની સફળતાઓ વિશે જાણકારી આપી છે. 

Unstoppable Modi: ગુજરાતના CMથી દેશના PM... નરેન્દ્ર મોદી આ રીતે બન્યા રાજકારણના અજેય યોદ્ધા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ રાજકારણમાં પોતાની સફરની શરૂઆત એક કાર્યકર તરીકે કરી હતી. વર્ષ 2001માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યારબાદ વર્ષ 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા. પીએમ મોદીએ આજના દિવસે વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજકારણમાં આ તેમનું 20મું વર્ષ છે. આ અવસરે ભારતીય જનતા પાર્ટી (BJP)એ વીડિયો શેર કરીને પીએમ મોદીની સફળતાઓ વિશે જાણકારી આપી છે. 

ભાજપે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર વીડિયો શેર કરતા લખ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હોય કે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હંમેશા લોકોના કલ્યાણ માટે એક યોદ્ધા તરીકે રહ્યા છે. #20thYearOfNaMo

— BJP (@BJP4India) October 7, 2020

વીડિયોમાં જોવા મળી પીએમ મોદીની ઉપલબ્ધિઓ...

વર્ષ 2001: 7 ઓક્ટોબર 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

વર્ષ 2002: નરેન્દ્ર મોદીએ 2002માં ગુજરાત વિધાનસભા ચૂંટણીનું નેતૃત્વ સંભાળ્યું હતું અને તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપે ચૂંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો મેળવી.

વર્ષ 2003: વર્ષ 2003માં પ્રથમ 'વાયબ્રન્ટ ગુજરાત' ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન કરાયું. સમિટ દરમિયાન 14 બિલિયન ડોલરના 76 MoU સાઈન કરાયા હતા. 

વર્ષ 2004: દીકરીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કેળવણી યોજના અને શાળા પ્રવેશોત્સવ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી. 

વર્ષ 2005: રાજ્ય (ગુજરાત)માં શિશુ લિંગ ગુણોત્તરમાં ઘટાડાને રોકવા માટે બેટી બચાવો અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. અભિયાન બાદ રાજ્યમાં છોકરીઓના જન્મદરમાં વધારો જોવા મળ્યો. 

વર્ષ 2006: ગુજરાતીઓને જ્યોતિગ્રામ યોજનાની ભેટ આપી. 

વર્ષ 2007: નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર્ટીએ ત્રીજી વિધાનસભા ચૂંટણી જીતી અને નરેન્દ્ર મોદી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી બન્યા. 
 
વર્ષ 2008: ગુજરાતની ધરતી પર ટાટા નૈનોનું સ્વાગત કર્યું, કાર મેન્યુફેક્ચરિંગનું ગુજરાત હબ બન્યું. 

વર્ષ 2009: ગુજરાતના લોકોનું જીવન સરળ બનાવવા માટે ઈ-ગ્રામ, વિશ્વ-ગ્રામ યોજનાનું કર્યું ઉદ્ધાટન.

વર્ષ 2010: ગુજરાતના 50 વર્ષના ઈતિહાસને આગામી 1000 વર્ષ સુધી સંગ્રહ કરવા માટે 90 કિલોગ્રામના ટાઈમ કેપ્સ્યુલમાં સીલ કર્યો. 

વર્ષ 2011: 17 સપ્ટેમ્બર 2011ના રોજ સદભાવના મિશન કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં લાખો લોકોએ ભાગ લીધો.

વર્ષ 2012: 26 ડિસેમ્બર 2012ના રોજ નરેન્દ્ર મોદી ચોથીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા.

વર્ષ 2013: 13 સપ્ટેમ્બર 2013ના રોજ ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં નરેન્દ્ર મોદીને પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવાયો. 

વર્ષ 2014: 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ ભારતના 15માં પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. 

વર્ષ 2015: 21 જૂન 2015ના રોજ દુનિયાભરમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો. 

વર્ષ 2016: ભ્રષ્ટાચાર, કાળું નાણું અને નકલી મુદ્રાઓ સામે લડવા માટે નોટબંધી કરાઈ. ડિજિટલ લેવડ દેવડ માટે  BHIM/UPI લોન્ચ કરવામાં આવ્યા. 

વર્ષ 2017: એક દેશ એક કર પ્રણાલી, GST લાગુ કરવામાં આવી.

વર્ષ 2018: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી. 

વર્ષ 2019: નરેન્દ્ર મોદી પ્રચંડ બહુમત સાથે સતત બીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા. 

વર્ષ 2020: યોગ્ય સમય પર પૂર્ણ લોકડાઉન લગાવીને કોરોનાનો વ્યાપક ફેલાવો અટકાવ્યો. લોકો સુધી બીમારી સામે લડવાની જાણકારી પહોંચાડી અને લોકોને જાગૃત કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news