નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના હાથરસ (Hathras) માં 14 સપ્ટેમ્બરના રોજ અનુસૂચિત જાતિની યુવતી સાથે થયેલા કથિત સામૂહિક બળાત્કારની ઘટનામાં ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે (Supreme Court)  ચુકાદો અનામત રાખ્યો છે અને આ સાથે જ કેસને અલાહાબાદ હાઈકોર્ટમાં મોકલવા માટે સંકેત આપ્યો છે. કોર્ટે કહ્યું કે પહેલા હાઈકોર્ટમાં સુનાવણી થવા દો, ત્યારબાદ અમે તેના પર નજર રાખી શકીએ છીએ. સુનાવણી દરમિયાન પીડિતા તરફથી વકીલ સીમા કુશવાહાએ પોતાની વાત રજુ  કરી. આ બાજુ યુપી સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ રજુ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LTC કેશ વાઉચર સ્કીમનો લાભ ઉઠાવતા પહેલા આ 3 જરૂરી વાત ખાસ જાણો 


દિલ્હીમાં ટ્રાયલ ઈચ્છે છે પીડિત પરિવાર
સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવારે આ મામલે ટ્રાયલ દિલ્હીમાં કરાવવાની અપીલ કરી. પીડિતા તરપથી વકીલ સીમા કુશવાહાએ કહ્યું કે તપાસની વાત મામલાની ટ્રાયલ દિલ્હી ટ્રાન્સફર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે આદેશ અમે આપીશું. 


TRP કૌભાંડ બાદ BARC એ લીધો મોટો નિર્ણય, જાણો તમામ વિગતો


યુપી સરકારને કોઈ આપત્તિ નથી
પીડિત પરિવારની આ અપીલ પર યુપી સરકાર તરફથી તુષાર મહેતાએ કહ્યું કે સમગ્ર કેસનું મોનીટરિંગ સુપ્રીમ કોર્ટ કરી શકે છે. તેમાં યુપી સરકારને કોઈ આપત્તિ નથી. યુપી સરકાર નિષ્પક્ષ તપાસ અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે. યુપી સરકારે સુપ્રીમ કોર્ટમાં એ વાતની પણ હામી ભરી છે કે સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ સીધો સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવશે અને તેમા કોઈ પણ રાજ્યના અધિકારીની ભૂમિકા નહીં હોય. તુષાર મહેતાએ કોર્ટેમાં કહ્યું કે પીડિત પરિવાર ઈચ્છે છે કે CBI તપાસની નિગરાણી સુપ્રીમ કોર્ટ કરે અને રાજ્ય સરકાર પણ એ જ ઈચ્છે છે. 


કોંગ્રેસના નેતાએ કુંભમેળા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું-સરકારી ખર્ચે આયોજન કેમ?


પીડિત પરિવારને અપાઈ સુરક્ષા
સુનાવણી દરમિયાન તુષાર મહેતાએ કહ્યું કે પીડિત પરિવારને પૂરતી સુરક્ષા અપાઈ છે અને ઘરની બહાર 8 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનાથી નિગરાણી થઈ રહી છે. આ ઉપરાંત પીડિતાના પરિવારના તમામ લોકોને 3 લેયરની સુરક્ષામાં રખાયા છે. 


NCP નેતા હાઈવે પર કારમાં જીવતા ભૂંજાયા, ગાડીમાંથી Sanitizer ની બોટલ મળી


સીબીઆઈ કરી રહી છે તપાસ
અત્રે જણાવવાનું કે આ કેસની તપાસ હાલ સીબીઆઈ કરી રહી છે અને સીબીઆઈની ટીમે ફોરેન્સિક એક્સપર્ટની સાથે મંગળવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. સીબીઆઈએ ઘટનાસ્થળની સમીક્ષા કર્યા બાદ પીડિતાના પરિવારજનોની પણ પૂછપરછ કરી હતી અને તે જગ્યાએ પણ ગયા હતાં જ્યાં પીડિતાના અંતિમ સંસ્કાર કરાયા હતાં.  


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube