TRP કૌભાંડ બાદ BARC એ લીધો મોટો નિર્ણય, જાણો તમામ વિગતો

ન્યૂઝ ચેનલોનું ટીઆરપી કૌભાંડ (TRP Scam) સામે આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા બાર્ક (BARC)એ મોટો નિર્ણય લીધો છે. બાર્કે આગામી 12 અઠવાડિયા (ત્રણ મહિના) માટે TRP માપવા પર રોક લગાવી છે. એટલે કે આગામી 12 અઠવાડિયા સુધી ન્યૂઝ ચેનલોની TRP રેટિંગ  નહીં આવે. 
TRP કૌભાંડ બાદ BARC એ લીધો મોટો નિર્ણય, જાણો તમામ વિગતો

મુંબઈ: ન્યૂઝ ચેનલોનું ટીઆરપી કૌભાંડ (TRP Scam) સામે આવ્યા બાદ ટેલિવિઝન રેટિંગ માપનારી સંસ્થા બાર્ક (BARC)એ મોટો નિર્ણય લીધો છે. બાર્કે આગામી 12 અઠવાડિયા (ત્રણ મહિના) માટે TRP માપવા પર રોક લગાવી છે. એટલે કે આગામી 12 અઠવાડિયા સુધી ન્યૂઝ ચેનલોની TRP રેટિંગ  નહીં આવે. 

BARC મુંબઈ પોલીસ દ્વારા ટીઆરપી કૌભાંડના ભાંડાફોડ બાદ આ પગલું ભર્યું છે. આ બાજુ ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન (એનબીએ)એ બાર્કના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. બાર્ક તરફથી કહેવાયું છે કે હિન્દી, સ્થાનિક, અંગ્રેજીની સાથે સાથે તમામ બિઝનેસ ચેનલો પણ તેના નિર્ણય હેઠળ આવશે. જો કે ટેક્નિકલ સમિતિની નિગરાણીમાં રાજ્ય અને ભાષાના આધારે દર્શકોની સાપ્તાહિક અંદાજિત સંખ્યા બતાવવાનું ચાલું રહેશે. 

જરૂરી હતો નિર્ણય
BARC ઈન્ડિયા બોર્ડના ચેરમેન પુનિત ગોયન્કા (Punit Goenka)એ કહ્યું કે હાલના ઘટનાક્રમને જોતા આ નિર્ણય લેવો ખુબ જરૂરી  બન્યો હતો. બોર્ડનું માનવું છે કે બાર્કે પહેલેથી કડક પ્રોટોકોલની સમીક્ષા કરવી જોઈએ. અને એ દિશામાં સકારાત્મક પગલું ભરવું જોઈએ કે નકલી ટીઆરપી જેવી ઘટનાઓ ફરીથી સામે ન આવે. આ બાજુ BARC ઈન્ડિયાના સીઈઓ સુનીલ લુલ્લાએ કહ્યું કે અમે BARCમાં પોતાની ભૂમિકાને પૂરેપૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી નિભાવતા એ જ રિપોર્ટ કરીએ છીએ જે દેશ જુએ છે. અમે એવા કોઈ વિકલ્પને શોધી રહ્યા છીએ જેનાથી આ પ્રકારની ગેરકાયદેસર કાનૂની ગતિવિધિઓ પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવી શકે. 

શું છે BARC?
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (BARC) ટેલિવિઝન રેટિંગ બતાવતી એજન્સી છે. જે સંયુક્ત ઉદ્યોગ ઉપક્રમ છે. જેને પ્રસારણકર્તા (IBF), જાહેરાત આપનારા, જાહેરાત અને મીડિયા એજન્સીનું પ્રતિનિધિત્વ કરનારા સ્ટોકહોલ્ડર નિધિબદ્ધ કરે છે. તે દુનિયાની સૌથી મોટી ટેલિવિઝન મેજરમેન્ટ સંસ્થા છે. બાર્ક ઈન્ડિયા વર્ષ 2010માં શરૂ થઈ હતી. તેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. BARC ઈન્ડિયા જ ટીવી ઓડિયન્સ મેજરમેન્ટ સિસ્ટમના સટીક અને પારદર્શક સંચાલન માટે જવાબદાર છે. 

શું છે મામલો?
મુંબઈ પોલીસે હાલમાં જ ટીઆરપી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ કમિશનર પરમવીર સિંહે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ટીઆરપીમાં કેટલીક ચેનલો દ્વારા કૌભાંડ થઈ રહ્યું છે. આ મામલે રિપબ્લિક ટીવીનું નામ પણ સામે આવ્યું છે. રિપબ્લિક ટીવીને સુપ્રીમ કોર્ટમાંથી આજે રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન રિપબ્લિક ટીવીને બોમ્બે હાઈકોર્ટ જવાનું કહ્યું છે. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનરજીની બેન્ચે સુનાવણીથી ઈન્કાર કરતા કહ્યું કે ટીવી ચેનલે હાઈ કોર્ટ જવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news