નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નું સંક્રમણ રોકેટ ગતિથી વધી રહ્યું છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઈન્કાર કર્યો હોય પરંતુ બગડતી સ્થિતિએ સરકારની ચિંતા વધારી દીધી છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધને આજે એક હાઈ લેવલની બેઠક બોલાવી છે. તેઓ આ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક કોરોના સંક્રમણને પહોંચી વળવા માટેની તૈયારીઓને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ  (GoM) સાથે કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIIMS માં માત્ર ઈમરજન્સી સર્જરી
કોરોના વયારસે દેશની હેલ્થ સિસ્ટમને ખરાબ રીતે પ્રભાવિત કરી છે. હોસ્પિટલ પહોંચનારા દર્દીઓનો આંકડો દરરોજ વધી રહ્યો છે. એકલા દિલ્હીની વાત કરીએ તો 19 નવેમ્બર બાદ રાજધાનીમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 7437 કેસ નોંધાયા છે. આ બધા વચ્ચે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં 37 ડોક્ટરો કોરોના સંક્રમિત થયા છે. દિલ્હી એમ્સમાં 10 એપ્રિલથી માત્ર ઈમરજન્સી સર્જરી જ  કરવામાં આવશે. 


Corona: દેશમાં લાગશે લૉકડાઉન? જાણો મુખ્યંત્રીઓ સાથે બેઠકમાં શું બોલ્યા PM મોદી


Corona Update: દેશભરમાં કોરોનાનો ભયંકર પ્રકોપ, એક જ દિવસમાં 1.26 લાખથી વધુ નવા કેસ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube