આખરે સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને કર્યો સ્વીકાર, દેશ કોરોના સંક્રમણ કોમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજ પર પહોંચ્યો
કોરોના સંક્રમણના પ્રવેશ બાદ પ્રથમવાર સ્વાસ્થ્ય મંત્રીએ કોમ્યુનિટી સ્પ્રેડની વાતનો સ્વીકાર કર્યો છે. આ પહેલા તેમણે ઇનકાર કર્યો હતો.
નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan)એ રવિવારે આખરે સ્વીકાર કર્યો કે કોરોના સંક્રમણના મામલામાં ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પહોંચી ચુક્યુ છે. પરંતુ આ સાથે તેમણે કહ્યું કે, આ માત્ર કેટલાક જિલ્લા અને રાજ્યો સુધી સીમિત છે. તેમનું આ નિવેદન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Mamata Banerjee)ના તે નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે દાવો કર્યો કે રાજ્યમાં કોવિડ-19નું કોમ્યુનિટી સ્પ્રેડ હવે શરૂ થઈ ગયું છે.
વર્ધનનું આ નિવેદન તેમના સાપ્તાહિક વેબિનાર 'સંડે સંવાદ' દરમિયાન કરવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આવ્યું છે. મહત્વનું છે કે આ સાપ્તાહિક વેબીનારમાં કેન્દ્રીય મંત્રી સોશિયલ મીડિયા પર લોકો સાથે વાત કરે છે અને તેમના તરફથી પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપે છે. આ દરમિયાન કોઈએ સવાલ પૂછ્યો, 'મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજ્યમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું ઉદાહરણ જોવા મળ્યું છે. શું અન્ય રાજ્યોમાં પણ કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે? તેના પર તેમણે જવાબ આપ્યો, 'પશ્ચિમ બંગાળ સહિત વિભિન્ન રાજ્યોમાં અલગ-અલગ ક્ષેત્રોમાં કોમ્યુનિટી સ્પ્રેડની આશા છે, તે વિશેષરૂપથી ગાઢ ક્ષેત્રોમાં થવાની આશા વધુ છે.' પરંતુ તે દેશભરમાં થઈ રહ્યું નથી. આ સીમિત રાજ્યોમાં થનાર કેટલાક જિલ્લા સુધી સીમિત છે.
કોરોનાઃ ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી સમાપ્ત થઈ જશે મહામારી, સરકારી પેનલનો દાવો
મહત્વનું છે કે કોરોના સંક્રમણના પ્રવેશ બાદ પ્રથમવાર સ્વાસ્થ્ય મંત્રીએ કોમ્યુનિટી સ્પ્રેડની વાતનો સ્વીકાર કર્યો છે. આ પહેલા તેમણે ઇનકાર કર્યો હતો. આ સપ્તાહની શરૂઆતમાં મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના લોકોને આગામી દુર્ગા પૂજાના સમયમાં સાવધાની રાખવાનો આગ્રહ કર્યો હતો. બેનર્જીએ કહ્યું હતું, હું બધાને તહેવારોના સમયમાં કોવિડ-19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવા માટે આગ્રહ કરુ છું. રાજ્યમાં કોવિડ-19ના કોમ્યુનિટી ટ્રાન્સમિશનનું ઉદાહરણ પણ છે.
તો જુલાઈમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક માર્ગદર્શન દસ્તાવેજ જારી કર્યો હતો જેમાં અજાણતા તે વાત સામે આવી હતી કે ભારતમાં એપ્રિલની શરૂઆતમાં સામુદાયિક પ્રસાર થયો હતો. બાદમાં આ દસ્તાવેજને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.
બિહાર ચૂંટણી સંલગ્ન તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube