કોરોનાઃ ભારતમાં ફેબ્રુઆરી 2021 સુધી સમાપ્ત થઈ જશે મહામારી, સરકારી પેનલનો દાવો
ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજયરાઘવે વૈજ્ઞાનિકોની એક કમિટી બનાવી હતી. આ પેનલે કહ્યું કે, ફેબ્રુઆરી 2021 સુધી કોરોના મહામારી ખતમ થવાની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ મહામારી પોતાના ઉચ્ચ સ્તરમાંથી પસાર થઈ ચુકી છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિનું આ માનવુ છે. પેનલ પ્રમાણે, કોરોના મહામારી ફેબ્રુઆરી 2021મા સમાપ્ત થવાની સંભાવના છે. તેમના અનુસાર, ભારતમાં કોરોનાના 10.6 મિલિયન એટલે કે 1 કરોડ 6 લાખથી વધુ કેસ થશે નહીં. હાલ ભારતમાં કોરોનાના કુલ 75 લાખથી વધુ કેસ છે. એક અખબારને કમિટીએ કહ્યુ કે, વાયરસથી બચાવને લઈને કરવામાં આવી રહેલા ઉપાયને યથાવત રાખવા જોઈએ. સમિતિએ મહામારીના સ્ટેન્ડને મેચ કરવા માટે કમ્પ્યૂટર મોડલનો ઉપયોગ કર્યો છે.
લૉકડાઉન ન થયું હોત તો થાત 25 લાખથી વધુ મોત
સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે વિજયરાઘવને આ સમિતિની રચના કરી હતી. આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસર એમ વિદ્યાસાગર તેમના પ્રમુખ છે. સમિતિ પ્રમાણે જો ભારતે માર્ચમાં લૉકડાઉન ન લગાવ્યું હોત તો દેશભરમાં 25 લાખથી વધુના મોત થયા હોત. અત્યાર સુધી આ મહામારીને કારણે 1.14 લાખ દર્દીઓના મોત થયા છે.
નીતિ આયોગના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ ડો વીકે પોલે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યુ- પાછલા ત્રણ સપ્તાહમાં નવા કેસ અને મોતોની સંખ્યા ઘટી છે પરંતુ અમે શિયાળાના હવામાનમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરની સંભાવનાનો ઇનકાર ન કરી શકીએ.
PAK ફેસ્ટમાં થરૂરના નિવેદન પર બબાલ, ભાજપે કહ્યું- શું પાકમાં ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે રાહુલ?
રિકવરી રેટ 88 ટકાને પાર
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,871 નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા 74,94,551 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1033 મૃત્યુ થયા છે. ત્યારબાદ કુલ મૃત્યુઆંક 1,14,031 થઈ ગયો છે. દેશભરમાં રિકવરી રેટ વધીને 88.03 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.53 ટકા છે. ભારતમાં દરરોજ કોરોના કેસોની સંખ્યા હવે અમેરિકાથી ઓછી થઈ ગઈ છે.
એક્ટિવ કેસમાં પણ ઘટાડો
દેશમાં હાલ 7,83,311 એક્ટિવ કેસ છે, જેમાં શનિવારના મુકાબલે 11776ની કમી આવી છે. એક દિવસમાં 72,614 લોકોએ આ બીમારીને માત આપી ત્યારબાદ રિકવર થનારની કુલ સંખ્યા 65,97,210 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર હજુ પણ કોરોનાથી સૌથી પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધી કુલ 15,86,321 કેસ નોંધાયા છે અને 41,965 દર્દીઓએ આ બીમારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે