નવી દિલ્હીઃ દેશના અનેક વિસ્તારો ફરી એકવાર ભારે વરસાદથી ભીંજાઈ જશે. હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, વિદર્ભ, બિહાર અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં ત્રણથી ચાર દિવસ દરમિયાન ભારે વરસાદ જોવા મળશે. 3 થી 7 ઓગસ્ટ સુધી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગ દ્વારા જારી એલર્ટ પ્રમાણે પૂર્વ મધ્ય પ્રદેશમાં 3, 4 અને 5 ઓગસ્ટે ભારે વરસાદ થશે. છત્તીષગઠમાં પણ બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરી છત્તીસગઢમાં 3 ઓગસ્ટ અને અન્ય વિસ્તારમાં ચાર ઓગસ્ટે વરસાદ થશે. ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં સતત વરસાદ જારી છે. અહીં 3થી 6 ઓગસ્ટ વચ્ચે એટલે કે ચાર દિવસ ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ઉત્તર પશ્ચિમ રાજ્યોને લઈને હવામાન વિભાગે કહ્યું કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં 3થી 7 ઓગસ્ટ એટલે કે પાંચ દિવસ વરસાદની સંભાવના છે. 


આ પણ વાંચોઃ જ્ઞાનવાપી સર્વેના આદેશ બાદ વારાણસીમાં એલર્ટ, કાશી વિશ્વનાથ ધામમાં સુરક્ષા વધી


પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં 5 ઓગસ્ટ સુધી વરસાદ
વરસાદને લઈને જે એલર્ટ જારી કરવામાં આવ્યું છે તેમાં પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને રાજસ્થાન પણ સામેલ છે. પંજાબમાં 4 અને 5 ઓગસ્ટ, હરિયાણા અને પૂર્વી રાજસ્થાનમાં 3થી 5 ઓગસ્ટ ભારે વરસાદનું અનુમાન છે. ઉત્તરાખંડમાં 6 ઓગસ્ટે ભારે વરસાદ પડી શકે છે. નોર્થ ઈસ્ટ રાજ્યમાં ત્રિપુરામાં 3 અને 4 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. 


નોર્થ ઈસ્ટ રાજ્યોમાં હવામાનની સ્થિતિ
અરૂણાચલ પ્રદેશ, અસમ, મેઘાલયમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. તો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં ત્રણ ઓગસ્ટે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની ગતિવિધિઓ ખુબ ઓછી રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube