જ્ઞાનવાપી સર્વેના આદેશ બાદ વારાણસીમાં એલર્ટ, કાશી વિશ્વનાથ ધામમાં સુરક્ષા વધી, મોબાઇલ પર પ્રતિબંધ
જ્ઞાનવાપીના એએસઆઈ સર્વેના અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ બાદ કાશી વિશ્વનાથ ધામની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચારથી સાત ઓગસ્ટ સુધી કાશી વિશ્વનાથ ધામમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Trending Photos
વારાણસીઃ અલ્હાબાદ હાઈકોર્ટે ગુરૂવારે કાશી વિશ્વનાથ મંદિર પાસે આવેલી જ્ઞાનવાપી મસ્જિદના એએસઆઈ સર્વેની મંજૂરી આપી છે. વારાણસી જિલ્લા તંત્રએ શુક્રવારથી સર્વેની તૈયારી પણ કરી લીધી છે. તેને જોતા કાશી વિશ્વનાથ ધામ અને જ્ઞાનવાપીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચારથી સાત ઓગસ્ટ સુધી કાશી વિશ્વનાથ ધામમાં મોબાઇલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વેના દિવસે જુમાની નમાજ પણ થશે. તેને કઈને કમિશનરેટ ક્ષત્રમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના આદેશ પર ગુરૂવારે રાત્રે શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. એસીપી તથા પોલીસ સ્ટેશન પ્રભારીઓએ પોતાના ક્ષેત્રના પ્રબુદ્ધ લોકોની સાથે બેઠકો કરી હતી.
કાશી વિશ્વનાથ ધામમાં મંદિરના ચોક સુધી મોબાઈલ લઈ જવાની છૂટ છે. ગેટ નંબર ચાર અને ગંગા દ્વારથી મંદિર ચોક સુધી મુલાકાતીઓ મોબાઈલ ફોન લઈ શકશે. ગંગા દ્વારથી પૂરના કારણે પ્રવેશ બંધ છે. ગેટ નંબર ચારથી મંદિર ચોક જવા માટે જ્ઞાનવાપી મસ્જિદ પાસે પસાર થવું પડે છે. તેને જોતા મોબાઈલ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડીસીપી સિક્યોરિટી સૂર્યકાંત ત્રિપાઠીએ ગુરુવારે સાંજે આ અંગે આદેશ જારી કર્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યું છે કે 4 થી 7 ઓગસ્ટ સુધી કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ રહેશે. આવી સ્થિતિમાં ભક્તોએ મોબાઈલ ફોન સાથે ન લાવવો જોઈએ.
સર્વે અને શુક્રવારની નમાજ દરમિયાન મેદાનગીનથી ગોદૌલિયા રોડ પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન વાહનોની અવરજવર બંધ રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં જ્ઞાનવાપી મસ્જિદ, નડેસર, હુકુલગંજ, મદનપુરા, બાજરડીહા, કાકરમટ્ટા, અર્દલીબજાર, આદમપુર, જેતપુરા, સરૈયા, લોહતા, રાજાતલબ, મિરઝામુરાદ, ફુલપુર વગેરે ઉપરાંત શહેરની તમામ નાની-મોટી મસ્જિદો પર બારીક નજર રાખવામાં આવશે. પ્રાર્થના.. કોઈપણ પ્રકારની ભીડ પર કાર્યવાહી કરવામાં આવશે
કોઈ પક્ષ તરફથી લોકોને ભેગા કરવા પર કાર્યવાહી કરવામાં આવશે. અફવા ફેલાવનારા પર પોલીસની નજર રહેશે. સોશિયલ મીડિયા પર સર્વેલાન્સ વધારી દેવામાં આવ્યો છે. ગુપ્તચર એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે. દરેક નાની-મોટી ઘટનાઓની જાણકારી લેવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે