નવી દિલ્હી: ભારે વરસાદે દિલ્હીવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ (Heavy Rainfall In Delhi-NCR) ખાબક્યો હતો. ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયાછે. રસ્તાઓ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. ડીએનડી ફ્લાયઓવરની પાસે થોડા કલાકના વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. વાદળોને કારણે દિલ્હીમાં અંધકાર છવાઈ ગયો છે. જેના કારણે લોકોને રસ્તા પર ગાડીઓની લાઈટ ચાલુ રાખીને પસાર થવું પડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના ઘણા રસ્તાઓ ડૂબ્યા પાણીમાં
જણાવી દઈએ કે વરસાદના કારણે દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા જોવા મળે છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે ટ્રાફિકની ઝડપ પર બ્રેક પણ લગાવવામાં આવી છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો:- પહેલા બળાત્કાર પછી પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યો સળિયો, પીડિતાનું મોત; સામે આવ્યા ક્રૂરતાના CCTV ફૂટેજ


વરસાદના પાણીમાં ફસાઈ ગઈ બસ
વરસાદના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે. મધુ વિહાર વિસ્તારમાં એક બસ ફસાઈ ગઈ. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ઘણી બસો પણ અધવચ્ચે બંધ થઈ ગઈ છે. જેના કારણે બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


આ પણ વાંચો:- શું બાળકોમાં લાંબા સમય સુધી રહેશે કોરોનાની અસર? જાણો એક્સપર્ટ્સે શું કહ્યું...


IMD કરી ભારે વરસાદની આગાહી
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વરસાદી પાણી ભરાયા છે. એરપોર્ટ રોડ પણ વરસાદના કારણે ખરાબ હાલતમાં છે. રસ્તાઓ પર માત્ર પાણી જ દેખાય છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ અને ભારે પવન વચ્ચે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થયો છે.


આ પણ વાંચો:- દેશમાં છેલ્લા 24 કલાકમાં 33 હજાર 376 નવા કેસ, આ રાજ્યમાં 25 હજારથી વધુ


મિન્ટો બ્રિજની આસપાસનો વિસ્તાર ફરી એક વખત પાણી ભરાવાને કારણે ભયજનક સ્થિતિમાં છે. અહીં પાણી ઘૂંટણ સુધી છે. પૂરને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. ગાડીઓ ફરતી જોવા મળે છે. પાણી એટલું છે કે રસ્તામાં કેટલાક લોકોની બાઇક અટકી ગઈ.


તાલિબાન વધારી શકે છે ભારતની મુશ્કેલી, રક્ષા મંત્રી Rajnath Singh એ વ્યક્ત કરી ચિંતા


તમને જણાવી દઈએ કે વરસાદ બાદ દિલ્હીના સુપ્રીમ કોર્ટ રોડ પર ઘણું પાણી જમા થઈ ગયું છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીથી ભરેલા જોવા મળે છે. પાણી ભરાવાને કારણે રસ્તામાં લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે. ઓટો ડ્રાઈવર સાથે પણ આવું જ થયું. ઓટો ખરાબ થયા બાદ તે ઓટો ખેંચતો જોવા મળ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube