Amarnath Yatra News: ફરી રદ્દ થઈ અમરનાથ યાત્રા, ખરાબ હવામાન ભક્તો માટે બન્યું આફત
Amarnath Yatra Updates: ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે અમરનાથ યાત્રા બીજા દિવસે પણ સ્થગિત રહી છે. તમને જણાવી દઈએ કે અમરનાથની પવિત્ર ગુફામાં બરફ વર્ષા જોવા મળી છે. આજે તીર્થયાત્રીકોના નવા જથ્થાને જમ્મુથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી.
Amarnath Yatra Alert: કાશ્મીરને બાકીના દેશ સાથે જોડતો એકમાત્ર હાઈવે NH1ના પંથિયાલ વિસ્તારમાં ભૂસ્ખલન અને લેન્ડ સ્લાઈડને કારણે બ્લોક થઈ ગયો છે. હાઈવેની ખરાબ હાલતને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રાના જમ્મુ બેઝ કેમ્પથી કોઈપણ તીર્થયાત્રીને કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી. અધિકારીઓએ કહ્યું છે કે શનિવારે ખરાબ હવામાનને કારણે વાર્ષિક અમરનાથ યાત્રાને ફરી સ્થગિત કરવી પડી હતી. તે જ સમયે, રામબન જિલ્લામાં 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અનેક ભૂસ્ખલન થયા હતા, જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગને બંધ કરવો પડ્યો હતો, જો કે તેને ખોલવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અધિકારીઓએ આપી જાણકારી
અધિકારીઓએ કહ્યું કે હવામાન વિભાગની સલાહ અને કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદને કારણે તીર્થયાત્રિકોના નવા જત્થાને જમ્મુના નગર આધાર શિબિરથી પવિત્ર ગુફા માટે રવાના થવાની મંજૂરી આપવામાં આવી નથી. તેમણે આગળ કહ્યું કે ઘાટીમાં બાલકાલ અને પહલગામના બે માત્રો પર યાત્રા સતત બીજા દિવસે રદ્દ રહી છે. અધિકારીઓએ કહ્યું કે રાત્રે થયેલા વરસાદને કારણે રામબન જિલ્લાના પંથયાલ, મેહર અને અન્ય સ્થળો પર ભૂસ્ખલન અને પથ્થર પડવાથી શ્રીનગર-જમ્મુ રાજમાર્ય પર અવરજવર રોકવી પડી છે.
આ પણ વાંચોઃ અહીં ભગવાને મનમૂકીને પાથર્યું છે કુદરતી સૌદર્ય, પણ અફસોસ તમે નહી જઇ શકો, જાણો કારણ
અનેક રસ્તા પણ ક્ષતિગ્રસ્ત
આ સિવાય રેલવે સ્ટેશન હિલર અનંતનાગમાં પાણી ભરાયા બાદ કાજીગંડથી બનિહાલ રેલવે ટ્રેન સુધી ટ્રેન સેવાઓ રદ્દ કરવામાં આવી છે. આ વચ્ચે સતત પડી રહેલા વરસાદને કારણે અનંતનાગ જિલ્લાની નદીઓ અને નહેરોમાં જળસ્તર વધી ગયું છે, તો નદીઓ અને નહેરોમાં જળસ્તર વધ્યા બાદ પૂરની સ્થિતિ ઉભી થઈ છે. મોટા ભાગના રસ્તાઓ પણ ક્ષતિગ્રસ્ત થયા છે.
હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે જેમાં જમ્મુ-કાશ્મીરમાં છુટાછવાયા સ્થળો પર સામાન્ય રીતે વાદળો છવાયા રહેવા અને વરસાદ તથા આંધી-તોફાનની ભવિષ્યવાણી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે આજે છુટાછવાયા વરસાદની સંભાવના છે. તો કાશ્મીરના અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદની શક્યતા છે.
તમને જણાવી દઈએ કે 9 જુલાઈએ જમ્મુ-કાશ્મીરના મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અને જમ્મુ ડિવિઝનના વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ, 10-14 જુલાઈના રોજ, કાશ્મીરમાં કેટલાક સ્થળોએ વંટોળ સાથે વાદળછાયું વાતાવરમ રહેશે.
આ પણ વાંચોઃ અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા
હવામાન વિભાગની સલાહ
હવામાન વિભાગે ચેતવણી જાહેર કરતા લોકોને સલાહ આપી છે કે નિચલા ક્ષેત્રમાં અચાનક પૂર, ભૂસ્ખલનની સ્થિતિથી સતર્ક રહો. નિચલા વિસ્તારમાં અસ્થાયી જળ પ્રવાહ અને સામાન્ય પૂર જોવા મળી શકે છે. શ્રીનગર જમ્મુ NH1,મુગલ રોડ, શ્રીનગર-લેહ નેશનલ હાઈવે અને અન્ય રસ્તાઓ પર પરિવહનમાં મુશ્કેલી આવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube