Baba Bageshwar Dhaam Sarkar: સોશિયલ મીડિયા અને ટીવી માધ્યમોમાં ખુબ ચમક્યા બાદ બાબા બાગેશ્વર ધામ સરકાર હવે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં તેમના આગમન માટે જાણે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે. પણ આ બાબા જોડે ક્યાંથી આવ્યાં આટલાં રૂપિયા? કેવી છે બાબાની લાઈફ સ્ટાઈલ? કઈ રીતે બાગેશ્વર સરકાર જાણી લે છે મનની વાત જાણો આ આર્ટિકલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં સુરત, અમદાવાદ સહિતના મોટા શહેરોમાં બાબા બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવાનો છે. મોટામોટા રાજનેતાઓ પણ આ દિવ્ય દરબારમાં હાજરી આપવાના હોવાનો દાવો કરાઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છેકે, આખરે આ બાબા બાગેશ્વર સરકાર કોણ છે? તેમની હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ ખુબ ચર્ચામાં રહે છે. મોંઘી મોંઘી ગાડીઓમાં ફરતા અને રંગબેરંગી કપડા અને સ્ટાઈલીશ લૂક સાથે દેખાતા બાબા બાગેશ્વર વિશે ઘણી વાતો એવી છે જેનાથી તમે પણ અજાણ હશો. ઉલ્લેખનીય છેકે, છેલ્લા ઘણા સમયથી બાગેશ્વર બાબા સોશિયલ મીડિયામાં ચર્ચાઓ છે. બીજી તરફ વિદ્યાજાથા સહિતના સંગઠનો ને લોકો જે અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરે છે તેઓ આવી માન્યતાઓને નથી માનતા અને અહીં બાબાની વાતો સાથે વિરોધાભાસ પણ જોવા મળે છે.


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો ​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન


ક્યાં આવેલું છે બાગેશ્વર ધામ?
મધ્યપ્રદેશના છતરપુર જીલ્લામાં બાગેશ્વર ધામ આવેલું છે. લોકો દૂર-દૂરથી અહીં આવી રહ્યા છે. બાગેશ્વર ધામ સરકાર તરીકે ઓળખાતા બાબાનું મૂળના ધીરેન્દ્ર શાસ્ત્રી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લોકપ્રિયતા સતત વધી રહી છે. બાબા બાગેશ્વર સરકાર તરીકે જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ પોતાને હનુમાનજીના મોટા ભગત ગણાવે છે.


કેટલી છે બાબા બાગેશ્વર સરકારની ઉંમર?
બાગેશ્વર સરકાર તરીકે જાણીતા બાબાનું મૂળ નામ ધીરેન્દ્ર કૃષણ શાસ્ત્રી મહારાજ છે. તેમની માત્ર 26 થી 28 વર્ષની આસપાસ છે. દિલ્હી, મુંબઈ જેવા શહેરોમાં પણ બાબા બાગેશ્વર સરકારને જોવા અને તેમને મળવા પોતાના મનની વાત જાણવા અને દુખડા દૂર કરવા લોકો તેમને મળવા જાય છે. 


આ પણ ખાસ વાંચોઃ  દાંતમાં ગમે તેવો સડો થયો હોય અપનાવો આ સરળ ઉપાય, જડમૂળથી દૂર થશે તકલીફ આ પણ ખાસ વાંચોઃ  સફરજનના શોખીનો સાવધાન! મન પડે ત્યારે એપલ ખાતા હોય તો જાણી લેજો આ વાત આ પણ ખાસ વાંચોઃ  શું તમે જાણો છો, ભારતમાં એવું કયું સ્થળ છે જ્યાં ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરે છે?


કઈ રીતે ચાલે છે બાગેશ્વર સરકારનો દરબાર?
પોતાને કથાકાર ગણાવતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ બાગેશ્વર ધામમાં જ દરબારનું આયોજન કરે છે. જ્યાં તેઓ ભીડમાં બેઠેલા લોકોને બોલાવે છે. તેમનો દાવો છે કે તે પોતાની દૈવી શક્તિ દ્વારા કોઈપણ વ્યક્તિ વિશે જાણી શકે છે. એટલું જ નહીં કોઈપણ વ્યક્તિને પડતા દુખને દૂર કરવા તે ઉપાયો સુચવતા હોવાનો પણ દાવો કરવામાં આવે છે. જોકે, આ મામલો લોકોમાં મતમતાંતર જોવા મળે છે.  ત્યારે લોકો દ્વારા એવો વિવાદ કરવામાં આવી રહ્યો છે કે આ બાબા લોકોને અંધશ્રદ્ધા તરફ દોરી રહ્યા છે. 


આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટરે કહ્યું કપડાં પહેર, તોય કેમેરા સામે બધુ કાઢીને ઉઘાડી ઉભી રહી ગઈ આ હીરોઈન! આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ  જૂના જમાનાની આ સેક્સી હીરોઈને કેમ અચાનક ભર્યું આવું પગલું? આખુ બોલીવુડ હતુ અંધારામાં આ પણ ખાસ વાંચોઃ  આ હીરોઈન સામે ચાલીને માંગી રહી હતી મોતની ભીખ, કારણ જાણીને ચોંકી જશો


બાબા બાગેશ્વર સરકારની લાઈફ સ્ટાઈલઃ
બાબા બાગેશ્વર સરકાર તરીકે જાણીતા કથાકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની લાઈફ સ્ટાઈલ પણ એટલી જ ચર્ચાસ્પદ છે. હાઈપ્રોફાઈલ જમાવડો, વિવિધ રંગની પાઘડી, સ્ટાઈલશ ગોગલ્સ, જ્વેલરી, હાઈફાઈ ગાડીઓનો કાફલો કંઈક આ રીતે હંમેશા દેખાય છે આ લેટેસ્ટ બાબા. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી વાહનોના શોખીન છે. બાબા ઘણીવાર ટોયોટાની પાવરફુલ એસયુવી ફોર્ચ્યુનર અથવા ટાટા મોટર્સની સફારીમાં ફરતા પણ જોવા મળે છે. તેમની સુરક્ષામાં વાહનોનો મોટો કાફલો પણ છે. તેમજ તેમની સાથે સિક્યોરિટી કોર્ડન છે. આ બાબા મોબાઈલ પણ વાપરે છે અને મનની વાત પણ જાણી લે છે.  ઘણી વખત તેઓ સ્ટાઇલિશ કપડામાં જોવા મળે છે. શું ક્યારેય સંતો મહંતો આવી લાઈફ સ્ટાઈલમાં જોવા મળે છે એ પણ એક મોટો સવાલ છે. 


શું છે બાગેશ્વર ધામનો ઈતિહાસ?
મધ્યપ્રદેશમાં આવેલ બાગેશ્વર ધામ એ ચંદેલ કાળની પ્રાચીન સિદ્ધપીઠ છે. મંદિરનો જીર્ણોદ્ધાર 1986માં ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ 1987ના મધ્યમાં ગાડા ગામના બાબા સેતુલાલ મહારાજ ઉર્ફે ભગવાનદાસ મહારાજ નિર્મોહી અખાડા ચિત્રકૂટમાંથી દીક્ષા લઈને બાગેશ્વર ધામ પહોંચ્યા. આ પછી વર્ષ 1989માં વિશાળ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર શાસ્ત્રી જણાવે છે કે તેમના દાદાના સમયથી આવું ચાલતું આવ્યું છે. અહીં તેમના વડવાઓ દરબાર યોજતા હતા અને લોકોને તેમની સમસ્યાઓનું સમાધાન જણાવતા હતા. બાગેશ્વર ધામ ગામ ગડા છતરપુર જિલ્લામાં આવેલું છે. છેલ્લા બે વર્ષમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા અને તેઓ ફેમસ થઈ ગયા હતા.


આ પણ ખાસ વાંચોઃ  ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો આ પણ ખાસ વાંચોઃ  તમે એક દિવસમાં કેટલી રોટલી ખાઓ છો? આનાથી વધુ રોટલી ખાધી તો શરીરની વાગી જશે બેન્ડ! આ પણ ખાસ વાંચોઃ  CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?