ઇસ્લામાબાદ : પાકિસ્તાન (Pakistan) માં ભારતનાં હાઇકમિશ્નર અજય બિસારિયા (Ajay Bisaria) એ ઇસ્લામાબાદ (Islamabad) છોડી દીધું છે. તેઓ ફ્લાઇટથી લાહોર પહોંચ્યાં છે. અહીંથી તેઓ અટારી બોર્ડર દ્વારા સ્વદેશ પરત ફરશે. પાકિસ્તાને બુધવારે કહ્યું હતું કે, તેણે ભારતનાં હાઇકમિશ્નર અજય બિસારિયાને સ્વદેશ પરત ફરી જવા માટે જણાવ્યું છે. પાકિસ્તાને એ પણ નિર્ણય લીધો છે કે તે પોતાનાં નવનિયુક્ત હાઇકમિશ્નર મોઇન ઉલ હકને દિલ્હી નહી મોકલે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપે કાશ્મીરનો નાશ કર્યો, J&K પુનર્ગઠન બિલ કાળો કાયદો: ગુલામ નબી આઝાદ
વિદેશ કાર્યાલયનાં પ્રવક્તાએ એક ઓપચારિક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સમિતીનાં નિર્ણય અનુસાર ભારત સરકારને સુચના આપવામાં આવી છે કે તેઓ પાકિસ્તાન ખાતેનાં પોતાના હાઇકમિશ્નરને પરત બોલાવે. પ્રવક્તાએ કહ્યું કે, ભારત સરકારને એ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા છે કે, પાકિસ્તાન (Pakistan) પોતાનાં નવનિયુક્ત હાઇકમિશ્નરને દિલ્હી નથી મોકલી રહ્યું.


ભારતીય એન્જિન સાથે સમજોતા એક્સપ્રેસ અટારી પહોંચી, કાયમી બંધ
કલમ 370 દુર કરવાના નિર્ણય બાદ PM મોદીનું સંબોધન: 8-8-8નો સંયોગ
આ અગાઉ ગુરૂવારે પાકિસ્તાને (Pakistan) સમજોતા એક્સપ્રેસના સંચાલનને અટકાવી દીધું હતું. ઉપરાંત સમજોતા એક્સપ્રેસની અંતિમ ટ્રિપને પણ બોર્ડર પર રોકીને ભારતને પોતાનાં ડ્રાઇવર અને એન્જિન સાથે ટ્રેનને લઇ જવા જણાવ્યું હતું. ત્યાર બાદ ભારતે એન્જિન અને સ્ટાફ મોકલીને ટ્રેનને ભારત બોર્ડરમાં પરત લાવવાની વ્યવસ્થા કરી હતી.


પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું- ડ્રાઇવર મોકલી ટ્રેન લઇ જાઓ
ઉલ્લેખનીય છે કે, આ વચ્ચે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર વ્યાકુળ પાકિસ્તાને હવે નવું ષડયંત્ર રચ્યું છે. પાકિસ્તાને ભારતની સાથે દ્વિપક્ષીય સંબંધ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે અને ભારતીય ઉચ્ચ કમિશનર અજય બિસારિયાને પાકિસ્તાન છોડવા માટે કહ્યું છે. વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી)ની બેઠકમાં લીધો હતો. આ બેઠકમાં પાકિસ્તાનની ટોચની નાગરિક અને સૈન્ય નેતૃત્વ હાજર હતી. આ સાથે જ પાકિસ્તાને આ પણ નિર્ણય લીધો છે કે, તેમના રાજદૂત હવે દિલ્હીમાં નહીં રહે. આ ઉપરાંત પાકિસ્તાને 9માંથી 3 એરસ્પેસ ભારત માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે.