કાશ્મીરમાં એન્જિનિયરોનું અદ્ભુત કામ, પહેલીવાર ચેનાબ પરથી પસાર થઈ રેલવે, જાણો કેટલો મુશ્કેલ હતો આ પ્રોજેક્ટ
Chenab River: આ રેલવે પરિયોજના એન્જિનિયરિંગના ચમત્કારોથી ભરેલી છે, કારણ કે કટરા અને બનિહાલ વચ્ચે 111 કિલોમીટરનો મોટો ભાગ સુરંગો અને પુલો પરથી પસાર થાય છે. તેમાં ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ પણ છે.
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના રામબનથી રિયાસી સુધી ટૂંક સમયમાં શરૂ થશે ઐતિહાસિક રેલ સેવા... કેમ કે તે ચિનાબ નદી પર બનેલા દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલની ઉપરથી પસાર થશે... રેલવેના અધિકારીઓએ હાલમાં જ તૈયાર થયેલા નવા બનેલી રેલવે લાઈનનું નિરીક્ષણ કર્યુ.... અને રવિવારે તો સૌથી ઉંચા રેલવે બ્રિજ પર સડસડાટ ટ્રાયલ ટ્રેન પણ દોડાવવામાં આવી... ત્યારે આ બ્રિજની શું છે વિશેષતા?... જોઈશું આ રિપોર્ટમાં....
જમ્મુ કાશ્મીરના લોકો માટે ખુશીના સમાચાર છે... કેમ કે 2018થી રઈસી વિસ્તારના લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા.... અહીંયા દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજનું કામકાજ છેલ્લાં 6 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહ્યું હતું... જે હાલમાં પૂર્ણ થવાના આરે છે... હાલમાં રેલવેના મોટા અધિકારીઓએ રેલવે બ્રિજનું નિરીક્ષણ કર્યુ.... અને રવિવારે તો ટ્રેનના કોચને દુનિયાના સૌથી ઉંચા રેલવે બ્રિજ પર સડસડાટ દોડાવી...
લોકો કાશ્મીરમાં બનેલા આ બ્રિજને દુનિયાની આઠમી અજાયબી કહે છે... દુનિયાના સૌથી ઉંચા રેલેવે બ્રિજ પર ટ્રેન પસાર થઈ ત્યારે ત્યાં હાજર રેલવેના કર્મચારીઓ અને સ્થાનિક લોકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ..... અને તેમણે રેલવેની મહેનત અને ચમત્કારના જયકારા લગાવ્યા.
ભારતમાં ચિનાબ નદી પર લગભગ તૈયાર થઈ ગયો છે રેલવે બ્રિજ
આ પુલની કુલ ઊંચાઈ 467 મીટર છે...
નદી તળથી તેની ઊંચાઈ 359 મીટર છે...
એક વિશ્વ રેકોર્ડ તરીકે તે આખી દુનિયામાં જાણીતો બનશે...
તો જમ્મુ કાશ્મીર માટે તો આ એક વરદાન સાબિત થશે...
કટરાથી બનિહાલ રેલવે સુધીનો 111 કિલોમીટરનો ટ્રેક... આ રૂટનો 94 ટકા ભાગ ટનલ અને બ્રિજ નીચેથી પસાર થાય છે... લગભગ 27 ટનલવાળા આ રસ્તા ઉપર આ રેલવે બ્રિજ ઘણો મહત્વનો છે...
જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલ દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ 2024ના એન્ડ સુધીમાં શરૂ થઈ જશે... ત્યારે તેની વિશેષતાઓ પર નજર કરીએ તો....
દેશ અને વિદેશની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે...
હિમાલયન ઝોનમાં કામ કરવું મોટો પડકાર છે...
1400 કર્મચારીઓ દિવસ-રાત કામ કરી રહ્યા છે...
100 એન્જિનિયર્સ પ્રોજેક્ટમાં જોડાયેલા છે...
કટરા-બનિહાલની વચ્ચે 200 કિલોમીટરનો રસ્તો બનાવ્યો...
તેને બનાવવામાં 24 હજાર ટન સ્ટીલનો ઉપયોગ થઈ રહ્યો છે..
આતંકી હુમલાથી પુલને કોઈ ડર નથી...
બોમ્બ બ્લાસ્ટમાં પણ સુરક્ષિત રહેશે...
8 રિક્ટર સ્કેલ સુધીના ભૂકંપને સહન કરવાની ક્ષમતા છે...
265 કિમી પ્રતિ કલાકની ઝડપના પવન સામે અડીખમ રહેશે...
માઈનસ 25થી 50 ડિગ્રી સુધીનું તાપમાન સહન કરી શકશે...
ચિનાબ પુલ પર રેલવે સેવાઓ શરૂ થવાની સાથે જ કાશ્મીર ઘાટી સંપૂર્ણ રીતે ભારતના રેલવે નેટવર્ક સાથે જોડાઈ જશે.... આ ટ્રેકથી માતા વૈષ્ણોદેવી આવનારા શ્રદ્ધાળુઓની સાથે સ્થાનિક લોકોનું ટ્રેનમાં ઘાટી જવાનું સપનું પણ પૂરું થઈ જશે.