highlights
- PM મોદીએ કર્યો નવા સંસદ ભવનનો શીલાન્યાસ
- આ સંસદ સાથે PM મોદીની અનેક યાદો જોડાયેલી છે
- PMએ શીશ જુકાવી નમન કર્યા બાદ સંસદમાં કર્યો હતો પ્રવેશ
- 1921માં સંસદ ભવન બનાવવા પ્રથમ ઈંટ મુકવામાં આવી હતી
- 18 જાન્યુઆરી 1927ના રોજ સંસદભવનનું ઉદ્ઘાટન થયું


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નિરજ ચોકસી, નવી દિલ્હીઃ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનો તારીખ 10-12-2020ના રોજ સિલાન્યાસ કર્યો.જુના સંસદ ભવન કરતા નવા સંસદ ભવનનો વિસ્તાર અને સુવિદ્યાઓ વધારે છે પરંતુ જુના સંસદભવને કેટલાક તળકા છાયા જોયા છે તેની ચર્ચા કરીશું,સંસદની પહેલી ઈંટ ક્યારે મુકવામાં આવી?,સંસદભવનની શરૂઆત ક્યારે થઈ,સંસદભવનામાં અત્યાર સુધી કેટલા અધ્યક્ષ રહ્યા,સંસદભવનની પહેલાની બેઠક વ્યવસ્થા અને સંસદ ભવન પર થયેલા હુમલાની વાત આ સાથે સંસદ ભવન સાથે જોડાયેલી PMની યાદોને વાગોળી શું.


સંસદ ભવનની શરૂઆત ક્યારથી થઈ
દિલ્લીમાં આવેલા સંસદ ભવનના બાંધકામની શરૂઆત 1921માં થઈ હતી અને 1927માં તેનું બાંધકામ પૂર્ણ થયું હતું.સંસદભવન બનતા 7 વર્ષ લાગ્યા.ભારતીય સંસદની ડિઝાઈન વિદેશી કલાકાર  Edwin Lutyens and Herbert Bakerએ કરી હતી.સંસદનું ઉદ્ધાટન 18 જાન્યુઆરી 1927ના રોજ કરવામાં આવ્યું હતું.ત્યારે સંસદ ભવનનું ઉદ્ઘાટન વાયસરોય અને ગવર્નર જનરલ લોર્ડ ઈરવીને કર્યું હતું.સંસદ ભવનને 93 વર્ષ થયા.


આ પણ વાંચોઃ નવા સંસદ ભવનના શિલાન્યાસ પર PM મોદીએ કહ્યું- 130 કરોડ દેશવાસીઓ માટે ગર્વનો દિવસ


સંસદની શરૂઆતથી અત્યાર કોણ-કોણ અધ્યક્ષ રહ્યા
-ગણેશ વાસુદેવ માળવંકર ૧૫ મે ૧૯૫૨ ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬ ૧લી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
-એમ એ અયંગ્ગર ૮ માર્ચ ૧૯૫૬ ૧૦ મે ૧૯૫૭, ૧૧ મે ૧૯૫૭ ૧૬ એપ્રિલ ૧૯૬૨ ૨જી
-સરદાર હુકમ સિંહ ૧૭ એપ્રિલ ૧૯૬૨ ૧૬ માર્ચ ૧૯૬૭ ૩જી
-નિલમ સંજીવ રેડ્ડી ૧૭ માર્ચ ૧૯૬૭ ૧૯ જુલાઇ ૧૯૬૯ ૪થી
-ગુરદિયાલ સિંહ ઢિલ્લોન ૮ ઓગસ્ટ ૧૯૬૯ ૧૯ માર્ચ ૧૯૭૧ 
૨૨ માર્ચ ૧૯૭૧ ૧ ડિસેમ્બર ૧૯૭૫ ૫મી
-બાલી રામ ભગત ૧૫ જાન્યુઆરી ૧૯૭૬ ૨૫ માર્ચ ૧૯૭૭ 
-નિલમ સંજીવ રેડ્ડી ૨૬ માર્ચ ૧૯૭૭ ૧૩ જુલાઇ ૧૯૭૭ ૬ઠ્ઠી જનતા પાર્ટી
-કે એસ હેગડે ૨૧ જુલાઇ ૧૯૭૭ ૨૧ જાન્યુઆરી ૧૯૮૦ 
-બલરામ જાખડ ૨૨ જાન્યુઆરી ૧૯૮૦ ૨૭ ઓક્ટોબર ૧૯૮૪ ૭મી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
-૧૬ જાન્યુઆરી ૧૯૮૫ ૧૮ ડિસેમ્બર ૧૯૮૯ ૮મી
-રબિ રાય ૧૯ ડિસેમ્બર ૧૯૮૯ ૯ જુલાઇ ૧૯૯૧ ૯મી જનતા દળ
-શિવરાજ પાટીલ ૧૦ જુલાઇ ૧૯૯૧ ૨૨ મે ૧૯૯૬ ૧૦મી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
-પૂર્ણો સંગમા ૨૩ મે ૧૯૯૬ ૨૩ માર્ચ ૧૯૯૮ ૧૧મી
-જીએમ સી બાલયોગી ૨૪ માર્ચ ૧૯૯૮ ૧૯ ઓક્ટોબર ૧૯૯૯ ૧૨મી તેલુગુ દેશમ પાર્ટી, ઓક્ટોબર ૧૯૯૯ ૩ માર્ચ ૨૦૦૨ ૧૩મી
-મનોહર જોશી ૧૦ મે ૨૦૦૨ ૨ જૂન ૨૦૦૪ શિવસેના
-સોમનાથ ચેટર્જી ૪ જૂન ૨૦૦૪ ૩૧ મે ૨૦૦૯ ૧૪મી ભારતીય સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી)
-મીરા કુમાર ૪ જૂન ૨૦૦૯ ૪ જૂન ૨૦૧૪ ૧૫મી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
-સુમિત્રા મહાજન ૫ જૂન ૨૦૧૪ ૧૯ જૂન ૨૦૧૯ ૧૬મી ભારતીય જનતા પાર્ટી
-ઓમ બિરલા ૧૯ જૂન ૨૦૧૯ હાલમાં ૧૭મી ભારતીય જનતા પાર્ટી


આ પણ વાંચોઃ PM મોદીએ કર્યો નવા સંસદ ભવનનો શિલાન્યાસ, 2 વર્ષમાં બનીને તૈયાર થશે, જાણો 10 મહત્વની વાતો


જ્યારે થયો સંસદ પર હુમલો 
13 ડિસેમ્બર 2001ની સવારે 11 વાગ્યે સંસદ ભવન પર  હુમલો થયો હતો.,,,સંસદમાં એ સમયે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી સહિતનાં અનેક સંસદસભ્ય હાજર હતાં.પછી 11 વાગેને 2 મિનિટે લોકસભા સ્થગિત થઈ એટલે વડા પ્રધાન વાજપેયી અને સોનિયા ગાંધી પોતપોતાની કારમાં બેસીને સંસદમાંથી રવાના થઈ ગયાં હતા.ઉપરાષ્ટ્રપતિની કાર સાથે ઉગ્રવાદીઓની ટક્કર થઈ ત્યાર બાદ તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. 


ઉગ્રવાદીઓના હાથમાં એકે-47 મશીનગન અને હૅન્ડ ગ્રૅનેડ જેવાં ઘાતક હથિયારો હતાં.આ હુમલામાં દિલ્હી પોલીસના પાંચ સલામતી રક્ષકો, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળનાં એક મહિલા સલામતીરક્ષક, રાજ્યસભા સચિવાલયના બે કર્મચારી અને એક માળીનું મૃત્યું થયું હતું.ભારતીય સંસદ પર હુમલાની ઘટનામાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.દિલ્હીની પોટા અદાલતે 2002ની 16 ડિસેમ્બરે મોહમ્મદ અફઝલ, શૌક્ત હુસેન, અફસાન અને પ્રોફેસર સૈયદ અબ્દુલ રહમાન ગિલાની એમ ચાર લોકોને દોષી ઠેરવ્યા હતા.સુપ્રીમ કોર્ટે પ્રોફેસર સૈયદ અબ્દુલ રહમાન ગિલાની તથા નવજોત સંધુ ઉર્ફે અફસાં ગુરુને મુક્ત કર્યા હતા, પણ મોહમ્મદ અફઝલની ફાંસીની સજા યથાવત્ રાખી હતી અને શૌકત હુસેનની મોતની સજાને ઘટાડીને 10 વર્ષની કરી હતી.2013ની નવમી ફેબ્રુઆરીએ સવારે આઠ વાગ્યે અફઝલ ગુરુને દિલ્હીના તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવામાં આવ્યો હતો.


2014માં લોક સભા ચૂંટણી જિત્યા બાદ પ્રથમ વખત મોદી આ સંસદ ભવનના સભ્ય બન્યા હતા, સભ્ય બન્યા બાદ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના મુખ્ય દ્વાર પર શીશ જુકાવી  સંસદ ભવનને નમન કર્યા બાદ ગૃહમાં પ્રવેશ કર્યો હતો.ત્યાર પછી 2019માં ફરી એક વખત પૂર્ણ બહુમત મેળવીને નરેન્દ્ર મોદી બીજી વખત આ ગૃહના સભ્ય અને દેશના પ્રધાનમંત્રી બન્યા.નવા સંસદ ભવનના શીલાન્યાસ દરમિયાન પણ તેમણે આ યાદને તાજા કરી હતી.


આ પણ વાંચોઃ કિછુ કહિએ, કિછુ સુનિએ... કિસાન આંદોલન વચ્ચે મોદીએ યાદ અપાવ્યો ગુરૂ નાનકનો સંદેશ


સંસદમાં ક્યાં ક્યાં PM રહ્યા 
1.ભારત દેશના પ્રથમ પ્રધાન મંત્રી જવાહર લાલ નહેરૂ 27મે 1964 PM રહ્યા


2. ગુલજારીલાલ નંદા 27મે 1964થી 9 જૂન 1964 સુધી PM રહ્યા


3.લાલબહાદુર શાસ્ત્રી 9 જૂન 1964થી 11 જાન્યુઆરી 1966 સુધી પ્રધાનમંત્રી રહ્યા


4.ગુલજારીલાલ નંદા ફરી 11 જાન્યુઆરી 1966ના રોજ PM બન્યા જે 24 જાન્યુઆરી 1966 સુધી PM રહ્યા
5.ઈન્દીરા ગાંધી 11 જાન્યુઆરી 1966થી 24 માર્ચ 1977 સુધી PM રહ્યા


6.મોરારજી દેસાઈ 24 માર્ચ 1977થી 28 જુલાઈ1979 સુધી PM રહ્યા


7.ચરણસિંઘ 28 જુલાઈ1979થી 14 જાન્યૂઆરી1980 સુધી પ્રધાનમંત્રી રહ્યા


8.ઈન્દીરા ગાંધી ફરી 14 જાન્યૂઆરી1980ના દિવસે પ્રધાનમંત્રી બન્યા અને 31 ઓક્ટોમ્બર 1984 સુધી PM રહ્યા


9.રાજીવગાંધી 31 ઓક્ટોમ્બર 1984થી 2 ડિસેમ્બર 1989 સુધી PM રહ્યા


10 વિશ્વનાથ પ્રતાપસિંહ 2 ડિસેમ્બર 1989થી 10 નવેમ્બર 1990 સુધી PM બન્યા


11.ચંદ્રશેખરજી 10 નવેમ્બર 1990થી 21 જુન 1991 સુધી PM રહ્યા


12.પી.વી.નરસિમ્હા રાવ 21 જુન 1991થી 16મે 1996 સુધી પ્રધાન મંત્રી રહ્યા 


13.અટલ બિહારી વાજપેયી  16મે 1996થી 1 જુન 1996 સુધી PM બન્યા


15.એચ.ડી.દેવગૌડા  1 જુન 1996થી 21 એપ્રીલ 1997 સુધી પ્રધાનમંત્રી બન્યા


16.ઈન્દર કુમાર ગુજરાલ એપ્રીલ 1997થી 19 માર્ચ 1998 સુધી PM બન્યા


17.અટલ બિહારી વાજપેયી  19 માર્ચ 1998થી 22 માર્ચ 2004 સુધી ફરી PM બન્યા


18.ડો.મનમોહનસિંહ  22 માર્ચ 2004થી 26મે 2014 સુધી PM રહ્યા


આ સંસદ સાથે આટલા PMની યાદોને જોડાયેલી છે.


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube