નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) કોરોના વાયરસની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર સમગ્ર દેશમાં અભિયાન ચલાવશે. જો કે, ભાજપ મહામારીને જોતા આ અભિયાનને ડિઝિટલ માધ્યમથી ચલાવશે. પાર્ટી કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ વિશે જનતાને જણાવવાનું અભિયાન ચલાવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદી સરકારના બીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠના અવસર પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સંબોધન પણ કરશે. જેપી નડ્ડાનું આ સંબોધન ફેસબુક લાઇવ દ્વારા કરવામાં આવશે. આ સ્તર પર વર્ચુઅલ રીતથી રેલીનું પણ આયોજન કરવામાં આવશે.


આ પણ વાંચો:- Weather Updates: ભીષણ ગરમીથી રાહત, હવામાન વિભાગે કરી આગાહી


ખરેખરમાં, મોદી સરકાર અને ભાજપને આ મહિને સત્તામાં બીજીવા આવ્યાને એક વર્ષ થઈ રહ્યું છે. પરંતુ કોરોના સંકટને લઇને અત્યારસુધી સ્પષ્ટ નથી થયું કે, ભાજપ પ્રથમ વર્ષગાંઠ કેવી રીતે ઉજવશે.


મોદી સરકારની 2019માં સત્તા પર બીજીવાર વાપસી 30 મેના વર્ષ પૂર્ણ થશે. 2014થી જ્યારે મોદી પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા હતા, ત્યારથી ભાજપ અને સરકાર વર્ષગાંઠના સમય પર તેમની ઉપલબ્ધિઓને લોકોને જણાવે છે.


આ પણ વાંચો:- 5 વર્ષનો માસૂમ બાળક એકલો વિમાનમાં બેસી 3 મહિના બાદ પહોંચ્યો માતાને મળવા


તમને જણાવી દઇએ કે, 23 મે 2019માં લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા હતા. પ્રંચડ બહુમત સાથે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી. નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. 30 મેના રોજ મોદી સરકાર 2.0નું 1 વર્ષનું કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યું છે. એક વર્ષમાં મોદી સરકારે ઘણા સખત નિર્ણય લીધા છે.


આ પણ વાંચો:- કોરોનાથી મહારાષ્ટ્ર  ખરાબ રીતે પ્રભાવિત, કેરળને કરી ડોક્ટર અને નર્સ મોકલવાની અપીલ


નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની એનડીએ સરકાર 30 મેના તેમના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. પરંતુ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, આ અવસર પર ના કોઈ સમારોહ આયોજીત કરવામાં આવશે કે ના કોઈ કાર્યકર્તાઓનું કોઈ સંમેલન યોજાશે. પાર્ટી માત્ર ડિઝિટલ માધ્યમથી જ સરકારની ઉપલબ્ધિઓનો પ્રચાર કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube