Weather Updates: ભીષણ ગરમીથી રાહત, હવામાન વિભાગે કરી આગાહી

દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર ગરમી જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે ઉત્તર ભારતમાં 25-26 મે માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યાં લૂનો પ્રકોપ ચરમસીમાએ હોઈ શકે છે. રાજસ્થાનના ચુરુમાં સોમવારે મહત્તમ તાપમાન 47.5 સેલ્સિયસ નોંધાયું હતું.
Weather Updates: ભીષણ ગરમીથી રાહત, હવામાન વિભાગે કરી આગાહી

નવી દિલ્હી: દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર ગરમી જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ રવિવારે ઉત્તર ભારતમાં 25-26 મે માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યાં લૂનો પ્રકોપ ચરમસીમાએ હોઈ શકે છે. રાજસ્થાનના ચુરુમાં સોમવારે મહત્તમ તાપમાન 47.5 સેલ્સિયસ નોંધાયું હતું.

પાટનગર દિલ્હી પણ સળગતી ગરમીની ચપેટમાં છે. એનસીઆરના ઘણા ભાગોમાં મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. ઉત્તર પ્રદેશમાં સોમવારે અલ્હાબાદ સૌથી ગરમ રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 46.3 નોંધાયું હતું. આઇએમડીએ સોમવારે જણાવ્યું હતું કે ઉત્તર ભારતના ઘણા ભાગોમાં 29-30 મેના રોજ ધૂળની ડમરી અને વાવાઝોડાની શક્યતા છે, જે ગરમીના પ્રકોપથી રાહત આપી શકે છે.

આઇએમડીના પ્રાદેશિક હવામાન વિભાગના વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે પશ્ચિમી વિક્ષોભ અને પૂર્વ હવાઓના કારણે દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 29-30 મેના રોજ ધૂળની ડમરી અને વાવાઝોડું આવે તેવી સંભાવના છે. શ્રીવાસ્તવે કહ્યું કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાકની આસપાસ 50-60 કિ.મી. હોઈ શકે છે, જેનાથી ઝળઝળતી ગરમીથી રાહત મળશે. પશ્ચિમી વિક્ષોભ એક ચક્રવાતી તોફાન છે જે ભૂમધ્ય સમુદ્રમાંથી નીકળે છે અને મધ્ય એશિયાથી પસાર થાય છે. જ્યારે તે હિમાલયના સંપર્કમાં આવે છે, ત્યારે પર્વતો અને મેદાનો પર વરસાદ થાય છે.

આઇએમડીએ જણાવ્યું હતું કે, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં કેટલાક ભાગોમાં હીટ વેવ આવી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ તીવ્ર ગરમીની લહેર અનુભવાઈ શકે છે. આગામી બે-ત્રણ દિવસમાં પંજાબ, છત્તીસગઢ, ઓડિશા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર અને ઝારખંડમાં કેટલાક સ્થળોએ હીટ વેવ થવાની સંભાવના છે.

આઇએમડીએ તેના દૈનિક બુલેટિનમાં જણાવ્યું હતું કે, 'ઉત્તર પશ્ચિમ ભારત, મધ્ય ભારતના મેદાનો અને તેની સાથે જોડાયેલા પૂર્વીય ભારતના આંતરિક ભાગોમાં સુકા ઉત્તર પશ્ચિમ પવનો ચાલવાથી 28 મે સુધી આ વિસ્તારોમાં લૂની સંભાવના છે. જે 25 અને 26 મેના તેના પ્રચંડ રૂપમાં રહી શકે છે. (ઇનપુટ: ભાષાથી)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news