નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હી સ્થિત એમ્સમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. થોડા દિવસથી એમ્સમાં તેમની સારવાર ચાલી રહી હતી. શ્વાસ લેવામાં સમસ્યા બાગ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે અમિત શાહનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. 


કોવિડની સારવાર કરાવીને ઘરે પરત ફર્યા બાદ શાહને શ્વાસ લેવામાં મુશ્કેલીને કારણે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમિત શાહને પાછલા શનિવારે રાત્રે 11 કલાકે એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું હતું કે કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થયા હાદ શાહને શ્વાસ લેવામાં મુશ્કેલી આવી રહી હતી. એમ્સમાં ડોક્ટરોની એક ટીમને તેમને દેખરેખમાં રાખ્યા. અમિત શાહને એમ્સમાં કાર્ડિયો ન્યોરૂ ટાવરમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


ભાજપના રાજ્યસભા સાંસદ અશોક ગાસ્તીનું નિધન, કોરોનાથી હતા સંક્રમિત  


મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં ગૃહમંત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આશરે બે સપ્તાહ બાદ શાહે કોરોનાને હરાવ્યો અને 14 ઓગસ્ટે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેઓ હોમ આઈસોલેશનમાં હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube