CRPFના સબ ઇન્સ્પેક્ટરનું કોરોનાથી મોત, ગૃહ મંત્રી અમિત શાહે વ્યક્ત કર્યો શોક
કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 55 વર્ષીય કર્મીનું કોરોના વાયરસના સંક્રમણથી મંગળવારે મોત થયું છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત લગભગ 10 લાખ કર્મચારીઓવાળા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં કોવિડ-19 મહામારીના કારણે થનાર આ પહેલું મોત છે. મૃતક સીઆરપીએફમાં ઉપ નિરીક્ષક (એસઆઇ)ના પદ પર તૈનાત હતા અને થોડા દિવસ પહેલા સંક્રમણની પુષ્ટિ થયા બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર ગૃહ મંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના 55 વર્ષીય કર્મીનું કોરોના વાયરસના સંક્રમણથી મંગળવારે મોત થયું છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત લગભગ 10 લાખ કર્મચારીઓવાળા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ)માં કોવિડ-19 મહામારીના કારણે થનાર આ પહેલું મોત છે. મૃતક સીઆરપીએફમાં ઉપ નિરીક્ષક (એસઆઇ)ના પદ પર તૈનાત હતા અને થોડા દિવસ પહેલા સંક્રમણની પુષ્ટિ થયા બાદ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર ગૃહ મંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો છે.
કોરોના સંક્રમણના કારણે સીઆરપીએફના સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઈકરામ હુસેનના મોતને લઇને ગૃહ મંત્રી અમિત શાહે ટ્વિટ કરી કહ્યું કે, કોરોના સંક્રમણ સામે લડી રહેલા બહાદુર સબ ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇકરામ હુસેનના નિધનના સમાચારથી અત્યંત દુખી છું. તેઓ છેલ્લા સમય સુધી કોરોના મહામારીથી સંપૂર્ણ વીરતાથી લડ્યા. દેશની સેવા અને આતંરિક સુરક્ષાને લઇને તેમનું યોગદાન તમામ દેશવાસીઓને પ્રેરિત કરે છે.
ઇકરામ હુસેનના મોત પર એક વરિષ્ટ અધિકારીએ કહ્યું કે, 55 વર્ષીય કર્મીનું કોવિડ-19 સંક્રમણથી મંગળવારના મોત થયું છે. તેઓ દિલ્હી સ્થિત દળની 31મી બટાલિયનમાં તૈનાત હતા. તેમણે કહ્યું કે, એસઆઇ આસમના બારપેટા જિલ્લાના નિવાસીથી હતા અને પહેલાથી ડાયબિટિસ અને હાઈ બ્લડ પ્રેશરની બીમારીથી પીડાઈ રહ્યાં હતા.
બટાલિયનના ઓછામાં ઓછા 31 અન્ય કર્મચારીઓને પણ કોરોના વાયરસના સંક્રમણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવી આશંકા છે કે સંક્રમણનો શિકાર થયા સહકર્મીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થયા હશે. બોર્ડર સુરક્ષા દળ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળના કેટલાક કર્મચારીઓમાં પણ સંક્રમણની પુષ્ટિ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube