Delhi Mother Daughters Dies: દિલ્હીમાં ઘરમાં મળી માતા-પુત્રીઓની લાશ, ગેટ લગાવી હતી વોર્નિંગ નોટ- અંદર આવો ત્યારે લાઇટર ન સળગાવો
દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક મહિલા મંજૂ શ્રીવાસ્તવ અને તેમની બે પુત્રીઓ અંકુ અને અંશિકાની મોતનો મામલો સામે આવ્યો છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટ અને પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે પ્રથમ દ્રષ્ટિએ પોલીસ તેને સામૂહિક હત્યાનો કેસ ગણી રહ્યા છે.
નવી દિલ્હી: દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં એક મહિલા મંજૂ શ્રીવાસ્તવ અને તેમની બે પુત્રીઓ અંકુ અને અંશિકાની મોતનો મામલો સામે આવ્યો છે. ઘટનાસ્થળેથી મળેલી સુસાઇડ નોટ અને પરિસ્થિતિજન્ય પુરાવાના આધારે પ્રથમ દ્રષ્ટિએ પોલીસ તેને સામૂહિક હત્યાનો કેસ ગણી રહ્યા છે. પોલીસ તથા ફોરેન્સિક વિભાગ સૂત્રોના અનુસાર આ ઘટનામાં મૃત્યું પામેલા લોકોને આત્મહત્યા માટે રૂવાડાં ઉભા કરનાર રીતનો ઉપયોગ કર્યો. ઘરને એક ગેસ ચેમ્બરમાં ફેરવી દીધુ6, જેથી કાર્બન મોનોઓક્સાઇડ પેદા થાય અને આ ઝેરીલી ઝેરથી ત્રણ લોકોના મોત થયા છે.
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની તપાસમાં એક વાત સામે આવી છે તે કોઇ આ પરિવારથી આર્થિક સ્થિત એકદમ ખરાબ હતી અને ઉપરથી લોકો એકલતાનો શિકાર હતા, જેના લીધે ડિપ્રેશનમાં આવીને તેમણે આ પગલું ઉઠાવ્યું. ડીસીપી સાઉથ વેસ્ટ મનોજ સીના અનુસાર શનિવારે રાત્રે લગભગ 9 વાગે પીસીઆર કોલને સૂચના મળી કે ફ્લેટ નંબર 207 અંદરથી બંધ છે. કોઇ દરવાજો ખોલી રહ્યા નથી. તેમાં એક મહિલા અને તેમની બે પુત્રીઓ રહે છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બહાર લાગેલી જાળીના દરવાજાને બળપૂર્વક ખોલ્યો.
ત્યારબાદ અંદરની છોકરીના દરવાજાને પણ તોડી દીધો. અંદર ધૂમાડો ભરેલો છે. જ્યારે પોલીસ અંદરવાળા રૂમમાં પહોંચી તો બેડ પર માતા અને બંને પુત્રીઓની લાશ પડી હતી. ફ્લેટની તમામ બારી દરવાજા અંદરથી બંધ હતા. ગેસ સિલિન્ડર પણ થોડો ખુલ્લો હતો. ત્રણ નાની વીંટી પણ મળી. માનવામાં આવી રહ્યું છે કે ત્રણેયના મોત શ્વાસ રૂંધાતા થઇ છે. સુસાઇન નોટ પણ મળી છે. મંજૂ લાંબા સમયથી બિમાર હતી અને પથારીમાંથી હલનચલન કરી શકતી નથી. આ ઘરના માલિક, આશિકા અને અંકુના પિતા ઉમેશ ચંદ્ર શ્રીવાસ્તવની 2021 માં કોરોનાથી મોત થયું હતું. ત્યારબાદથી આખો પરિવાર ડિપ્રેશનમાં હતો. શરૂઆતની તપાસ કેસ સુસાઇડની લાગતો હતો. ગહ્રની દિવાલો પર સુનાઇડ નોટ લગાવેલી હતી. ઘરના દરવાજા ફોયલ અને ટેપથી સીલ કરી બંધ કરી દેવામાં આવી હતી જેથી ધૂમાડો જરા પણ બહાર જઇ ન શકે. રવિવારે ફોરેન્સિક ટીમમાંથી પણ ઘટના સ્થળે નિરિક્ષણ કરવા પહોંચી ગઇ.
દરવાજા પર લગાવી હતી વોર્નિંગ નોટ
સ્થાનિક નિવાસી તથા પૂર્વ કોર્પોરેટ મનીષ અગ્રવાલે જણાવ્યું કે ફ્લેટ નંબર 207 માં જ્યારે બહાર લગાવેલી જાળીનો દરવાજો તોડ્યો તો અંદર વધુ એક દરવાજો હતો. તેના ઉપર હાથથી લખ્યું હતું કે એક નોટ લગાવેલી હતી, જે અંગ્રેજીમાં લખેલું હતું. તેમાં લખ્યું હતું, વોર્નિંગ અંદર ધૂસતા પહેલાં સાવધાન થઇ જાવ, કારક કે અંદર ગેસ ચેમ્બર છે. કાર્બન મોનોઓક્સોઇડ હોઇ શકે છે. જો કોઇપણ અંદર પ્રવેશે તો લાઇટ ન કરે અને તો કોઇ માચીસ અથવા મીણબત્તી. કારણ કે આમ કરવાથી આગ લાગી શકે છે. અંદર ખૂબ ઝેરીલો ગેસ છે. એટલા માટે અંદર પ્રવેશ કરનાર પહેલાં બહારની તરફ્થી આ ઘરની બારી અને દરવાજા સારી રીતે ખોલી દે.
સુસાઇડ નોટમાં લખી આ વાત
ત્યારબાદ જ્યારે પોલીસ અંદર દાખલ થઇ તો ફ્લેટ બીજાવાળા રૂમમાં મા અને બંને પુત્રીઓની લાશ પડી હતી. અંદર ધૂમાડો ભરેલો હતો અને દુર્ગંધ પણ આવી હતી. પોલીસે 8 થી 10 પાનાની સુસાઇડ નોટ પણ મળી છે. જેમાં આ લખ્યું હતું કે તેમની આર્થિક સ્થિતિ સારી નથી. પિતાનું મોત 2021 માં કોરોનાના કારણે થયું હતું, ત્યારબાદ પોતાને એકલી અનુભવતા હતા અને ડિપ્રેશનનો શિકાર થઇ થઇ ચૂક્યા હતા. માતા ખૂબ બિમાર હતી અને અંશિકાની મોટી બહેન પણ બિમાર રહેતી હતી. અંશિકાએ સુસાઇડ નોટ લખી છે, એવું માનવમાં આવી રહ્યું છે. સુસાઇડ નોટ હિંદી અને ઇંગ્લિશ બંનેમાં લખ્યું છે. જેમાં એ પણ લખવામાં આવ્યું છે કે (તેમના ઘરમાં કામ કરનાર મહિલા) કમલા દીદી દુકાનવાળા જૈન અંકલને કહી દો તેમના પૈસા મળી જશે. સાથે જ આ લોકોએ સુસાઇડ નોટમાં પોતાના કોઇ કાકા પાસે માફી માંગી અને એ પણ લખવામાં આવ્યું છે કે આ લોકો તેમની સામે પોતાની સ્થિતિ રજૂ કરી શક્યા નથી. અમને માફ કરી દો.
શુક્રવારે રાત્રે કરી હતી આત્મહત્યા
પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીની પ્રતીત થાય છે કે ત્રણેયના મોત શુક્રવારે અથવા શનિવારે સવાર વચ્ચે થયું છે, કારણ કે જ્યારે પોલીસને આ કેસનો કોલ મળ્યો અને જ્યારે લાશ મળી આવી તો લાશ ડિકંપોઝ થવાનું થઇ ચૂક્યું હતું. એટલે લાશ 12 થી 24 કલાક જૂના હતા.
ત્રણેય લાશોનું થઇ શક્યું નહી પોસ્ટમોર્ટમ
પોલીસન અનુસાર અંશિકાના મોબાઇલથી તેમના એક કાકાનો ફોન નંબર મળ્યો હતો જેના માધ્યમથી તેમણે આ ત્રણેયની મૃત્યુંની સૂચના આપવામાં આવી છે. ત્રણેયની લાશોને પોસ્ટમોર્ટમ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આજે અંશિકાના પિતરાઇ ભાઇ તથા અન્ય બે સંબંધી પણ પહોંચ્યા છે. તેમની સાથે વાતચીત કરવામાં આવશે. કાર્યવાહી અનુસર જો આ દાવેદાર ગણવામાં આવે છે તો ત્રણેય લાશોને તેમને સુપુર્દ કરી દેવામાં આવશે. અંશિકાના પિતરાઇ ભાઇ જ્યારે રવિવારે વસંત એપાર્ટમેન્ટ પહોંચ્યા તો પડોશી લોકો ખૂબ નારાજ થયા. તેમણે કહ્યું કે તમે કેવા સંબંધી છો જેમણે આ ત્રણેયના હાલચાલ પૂછ્યા નહી. જોકે આશંકાના પિતરાઇ ભાઇએ જણાવ્યું હતું કે જ્યારે અંશિકાના પિતાનું મોત થયું હતું, ત્યારે કોવિડના લીધે કોઇ આવ્યું ન હતું. 3 મહિના પહેલાં અંશિકા સાથે તેમની વાત થઇ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube