પનીર પર 5%, બટર પર 12% અને મસાલા પર 5% GST, તો paneer butter masala કેટલા ટકા? સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ
દહીં, છાસ, દૂધ, લોટ, બટર, ચોખા પર જીએસટી વધારવાના નિર્ણયની લોકો દ્વારા સતત ટીકા કરવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ અંગે ટ્વીટ કરી કેટલીક સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ આ વચ્ચે વધુ એક સવાલ વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ જીએસટી કાઉન્સિલની બેઠક બાદ દેશમાં 18 જુલાઈથી લોટ, દહીં, ચોખા, દાળ સહિત અનેક વસ્તુ પર જીએસટી લાગૂ કરવામાં આવ્યો છે. જીવન જરૂરી વસ્તુ પર જીએસટી લાગૂ થયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. આ વિવાદ વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આ નિર્ણય પર કેટલીક સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે તમે કોઈ છૂટક વસ્તુ ખરીદો તો તેના પર જીએસટી લાગશે નહીં. પરંતુ પેકિંગમાં દહીં, લસ્સી, પનીર, લોટ, ચોખા, દાળ ખરીદવામાં આવશે તો જીએસટી લાગશે. આ વચ્ચે સોશિયલ મીડિયામાં કેટલાક રસપ્રદ મીમ્સ વાયરલ થઈ રહ્યાં છે.
સોશિયલ મીડિયામાં શરૂ થઈ નવી ચર્ચા
જીએસટીના વધારા બાદ સોશિયલ મીડિયામાં નવી ચર્ચા શરૂ થઈ છે. લોકો પૂછી રહ્યાં છે કે પનીર પર 5 ટકા જીએસટી, બટર પર 12 ટકા અને મસાલા પર 5 ટકા જીએસટી લગાવવામાં આવી રહ્યો છે. તો પનીર બટર મસાલા પર કેટલા ટકા જીએસટી લાગશે? આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પ્રશ્ન ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના મીમ્સ પણ બનાવી રહ્યાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube