નવી દિલ્હી: ભીષણ હિંસા બાદ દિલ્હી હવે શાંતિના પથ પર ધીરે ધીરે જોવા મળી રહી છે પરંતુ તોફાનીની ભયાનક તસવીરો હવે જેમ જેમ સામે આવે છે તેમ તેમ રૂવાંડા ઊભા થઈ જાય છે. આવો જ એક વીડિયો હાલ સામે આવ્યો છે જે તોફાનોની વાસ્તવિકતા રજુ કરે છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓએ કેવી રીતે પોલીસ ટીમ પર હુમલો કર્યો. સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે કે ઉપદ્રવીઓએ પોલીસકર્મીઓ પર ડંડા અને પથ્થરોથી હુમલો કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Virus: ચીનથી ભારત આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ- ડો.હર્ષવર્ધન


એવું કહેવાય છે કે આ હુમલાનો ભોગ હેડ કોન્સ્ટેબલ રતનલાલ થયા હતાં. તેઓ પણ હિંસાનો ભોગ બનેલી પોલીસ ટુકડીનો ભાગ હતાં. માથામાં લાગેલી ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત થયું. આ સાથે જ ડીસીપી શાહદરા, અમિત શર્મા અને એસીપી ગોકુલપુરી અનુજ પણ આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા.


જુઓ ચોંકાવનારો VIDEO 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...