મુંબઇ/ નવી દિલ્હી: નાંદેડમાં રવિવારના સાધુ સહિત 2 લોકોની હત્યા કરવામાં આવી છે. સાધુ શિવાચાર્ય અને ભગવાન શિંદે નામના વ્યક્તિની બાથરૂમમાં લાશ મળી હતી. બંનેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી હતી. આખરે કેમ એક મહિનામાં મહારાષ્ટ્રમાં 3 સાધુઓની હત્યા કરવામાં આવી છે. શું છે હત્યાનું કારણ આ રિપોર્ટમાં સમજો. મહારાષ્ટ્રમાં કાયદા વ્યવસ્થા પર મોટો સવાલ આજે દિવસભર ઉઠતા રહ્યાં છે. આ સવાલ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તેનો યોગ્ય જવાબ મળતો નથી. પરંતુ પાલઘર બાદ નાંદેડમાં સંતોની હત્યાનું ષડયંત્ર સમજવા માટે પહેલા સમગ્ર વાત સમજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- મહારાષ્ટ્રમાં ફરી 1 સાધુ સહિત 2ની નિર્દયતાથી હત્યા, તેલંગાણામાંથી આરોપીની ધરપકડ


શનિવાર રાત્રે શિવાચાર્ય રુદ્ર પશુપતિ મહારાજની તેમના આશ્રમમાં ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. પશુપતિ મહારાજ ઉપરાંત એક અન્ય શખ્સની હત્યા કરવામાં આવી છે. જેનું નામ ભગવાન રામ શિંદે છે. આરોપ છે કે હત્યાનો આરોપી સાઈનાથ શનિવાર રાતે આશ્રમમાં દાખલ થયો. પશુપતિ મહારાજની હત્યા કર્યા બાદ આરોપી સાઈનાથ સાધુની લાશ કારમાં મુકી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ ગેટ સાથે અથડાયો હતો. તે દરમિયાન છત પર સુઇ રહેલા આશ્રમના સંત જાગી ગયા પરંતુ ત્યાં સુધીમાં આરોપી ભાગી ગયો હતો.


આ પણ વાંચો:- યાત્રી કૃપા કરીને નોંધ લો! ટ્રેન મુસાફરીની મહત્વપૂર્ણ બાબતોને જાણો, નહીં તો...


નાંદેડની પોલીસે હત્યારા સાઇનાથને રવિવાર બપોરે તેલંગાણાથી પકડ્યો છે. હાલ તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આોપી ક્યારે ક્યારે મઠમાં જ રોકાતો હતો. આરોપી સાધુ વિશે ખુબજ ઝીણવટભરી જાણકારી હોવાનું જણાવી રહ્યાં છે. પહેલા પાલઘર અને હવે નાંદેડમાં સાધુઓની હત્યાથી સંત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube