કાશ્મીરમાં આતંકીઓ `ઓફલાઈન એપ`નો કરે છે ઉપયોગ, પોસ્ટ કરે છે ફેક વીડિયો
જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ સેવા બંધ હોવા છતાં પાકિસિતાનથી કાશ્મીરના ફેક વીડિયો પોસ્ટ થઈ રહ્યાં છે. કારણ કે અલગાવવાદીઓ ઉપરાંત સ્થાનિક આતંકીઓ સાથે તેમનું સંચાર નેટવર્ક વિભિન્ન ઓફલાઈન એપ અને ચેટ પ્લેટફોર્મ ટોરના માધ્યમથી ચાલુ છે.
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી કાશ્મીર ખીણમાં ઈન્ટરનેટ સેવા બંધ હોવા છતાં પાકિસિતાનથી કાશ્મીરના ફેક વીડિયો પોસ્ટ થઈ રહ્યાં છે. કારણ કે અલગાવવાદીઓ ઉપરાંત સ્થાનિક આતંકીઓ સાથે તેમનું સંચાર નેટવર્ક વિભિન્ન ઓફલાઈન એપ અને ચેટ પ્લેટફોર્મ ટોરના માધ્યમથી ચાલુ છે. જે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ તથા અધિકારીઓ માટે મુશ્કેલીઓ પેદા કરી રહ્યાં છે. ટોર દુનિયાભરના આતંકવાદીઓના નેટવર્ક અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓમાં લોકપ્રિય છે.
ટોર લોકોના લોકેશનની જાણકારી લેવા અને તેમની બ્રાઉઝિંગ આદતોની જાસૂસી કરતા રોકે છે. તે વિન્ડોઝ, મેક, લિનક્સ અને એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ છે. ટોરનો ઉપયોગ પ્રદર્શનકારીઓને ભેગા કરવા માટે થાય છે. કારણ કે તેમાં સરકારના સાઈબર સેલ દ્વારા પકડાઈ જવાની બીક રહેતી નથી. તે વેબસાઈટ્સને વિઝિટ કરવા બદલ થર્ડ પાર્ટી ટ્રેકર્સ અને એડને યૂઝર્સ સુધી પહોંચવા દેતા નથી. ભારત સરકારે કાશ્મીર ખીણમાં ટેલીફોન અને ઈન્ટરનેટ સેવા સંપૂર્ણ બંધ રાખી છે. પરંતુ આમ છતાં લોકો પાસે આ પ્રતિબંધમાં પણ કોમ્યુનિકેશનના અનેક તરીકા છે.
ચિંતાજનક વાત એ છે કે ઓફ ગ્રિડ એપથી લોકો એક બીજા સાથે મોબાઈલ નેટવર્ક, વાઈફાઈ કે બ્લુટુથ વગર પણ 100-200 મીટરની રેન્જમાં સંપર્ક કરી શકે છે. આ આઈઓએસ અને એન્ડ્રોઈડ માટે ઉપલબ્ધ વોકીટોકી એપ જેવું જ છે. તે ફેસબુક કે વોટ્સએપની જેમ જ છે. પરંતુ તેમાં કેન્દ્રીય સર્વર નથી અને મેશ નેટવર્ક ચેટની જેમ કામ કરે છે. ડબલ્યુડબલ્યુડબલ્યુ ગીકોએન્ડફ્લાય ડોટ કોમના એક રિપોર્ટમાં કહેવાયું છે કે મેશ નેટવર્ક ત્યારે કામ કરે છે જ્યારે બે કે વધુ સ્માર્ટફોન્સ એક બીજાની રેન્જમાં હોય છે. તે અંતર કે કવરેજ સ્માર્ટફોનના સિગ્નલની મજબુતાઈ પર નિર્ભર કરે છે. તે એકથી બીજા મોડલમાં અલગ અલગ હોઈ શકે છે. જો કે સામાન્ય રીતે બે સ્માર્ટફોન વચ્ચે 100 ફૂટનું અંતર હોય છે.
જુઓ LIVE TV