હ્યુસ્ટનમાં લાગ્યા જય શ્રીરામ, રામલલા અમે આવીશું મંદિર ત્યાં જ બનાવીશુંના નારા
અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં હાઉડી મોદી સમારંભના રંગારંગ કાર્યક્રમ ચાલુ થઇ ચુક્યો છે.
હ્યુસ્ટન : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટનમાં હાઉડી મોદી સમારંભના રંગારંગ કાર્યક્રમ ચાલુ થઇ ચુક્યો છે. આ સમારંભમાં 50 હજારથી વધારે લોકો ભાગ લઇ રહ્યા છે. જેમને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક મંચ પર હાજર રહેવાનાં છે.
ભાજપ તમામ નેતાઓએ ટ્વીટર પર હાઉડી મોદીનાં પ્રોફાઇલ પિક્ચર મુક્યા
બીજી તરફ એનઆરજી સ્ટેડિયમ પર પહેલા મોદી-મોદી અને વંદેમાતરમનાં નારા લાગ્યા હતા. પછી સમારંભ સ્થળ પર જયશ્રી રામનાં નારાથી ગુંજી ઉઠ્યું હતું. એનઆરજી સ્ટેડિયમમાં લોકોને જયશ્રી રામના નારા લગાવતા અને રામ મંદિરનો ઉલ્લેખ કરતા જોવા મળ્યા હતા. સ્ટેડિયમનાં લોકો નારાઓ લગાવી રહ્યા હતા. એક જ નારો એક જ નામ જય શ્રી રામ.... જયશ્રી રામ... રામ લલા અમે આવીશું.... મંદિર ત્યાં જ બનાવીશું....
વ્હીલચેર પર બેઠેલો કિશોર કોણ? હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે, તુટી ચુક્યા છે 130 હાડકા
હાઉડી મોદી: સ્ટેડિયમની બહાર કિલોમીટર લાંબી લાઇન, ટ્રમ્પ એરફોર્સ વનમાં રવાના
આ ઉપરાંત હાઉડી મોદી સમારંભમાં વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના પહોંચતા પહેલા ઢોલ નગારા વાગતા જોવા મળ્યા અને નૃત્યની શાનદાર પ્રસ્તુતી કરવામાં આવી હતી. હાઉડી મોદી સમારંભમાં વડાપ્રધાન મોદીને સાંભળવા માટે પહોંચેલા ભારતીય સમુદાયનાં લોકો પારંપારિક પરિધાનમાં જોવા મળ્યા હતા. સમારંભ સ્થળ પર ઉજવણી અને ઉત્સાહનું એવું વાતાવરણ હતું કે ત્યાં પહોંચનારી દરેક વ્યક્તિ નાચી રહી હતી અને મોદી મોદીના નારા લાગી રહ્યા હતા.
નાના-નાના બાળકોએ બનાવી એવી બેંક, જ્યાં પૈસા નહી પણ કચરો જમા થાય છે
ત્યાર બાદ જ્યારે વડાપ્રધાન મોદી એનઆરડી સ્ટેડિયમના મંચ પર પહોંચ્યા તો લોકોનો ઉત્સાહ વધી ગયો હતો. લોકોએ મોદી મોદીનાં નારા લગાવવાનાં ચાલુ કરી દીદા હતા. વડાપ્રધાન મોદીએ નત મસ્તક થઇ અને પોતાની ચિરપરિચિત અંદાજમાં હાથ હલાવીને તમામનું અભિવાદન કર્યું હતું.