વ્હીલચેર પર બેઠેલો કિશોર કોણ? હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે, તુટી ચુક્યા છે 130 હાડકા

હંમેશા વ્હીલચેર પર રહેનાર સ્પર્શ શાહ આ ઇવેન્ટમાં ભારતીય રાષ્ટ્રગીત ગાશે

વ્હીલચેર પર બેઠેલો કિશોર કોણ? હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લેશે, તુટી ચુક્યા છે 130 હાડકા

હ્યુસ્ટન : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાઉડી મોદી ઇવેન્ટમાં દુર્લભ બિમારી સામે લડી રહેલા ભારતીય મુળનો એક કિશોર આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેના કારણે તેની બિમારી નહી પરંતુ પ્રતિભા છે. હંમેશા વ્હીલચેર પર રહેનાર 16 વર્ષીય સ્પર્શ શાહ આ ઇવેન્ટમાં ભારતીય રાષ્ટ્રગીત ગાશે. સ્પર્શનું કહેવું છે કે તેઓ વડાપ્રધાન મોદી સાતે મુલાકાત માટે ઉત્સાહિત છે. માં ના ગર્ભમાં રહેવા દરમિયાન જ સ્પર્શ દુર્ળબ બિમારીઓનો શિકાર તઇ ગયા હતા અને તેના હાડકાઓ તુટી ગયા હતા.
હંમેશા વ્હીલચેર પર રહેતો સ્પર્શ શાહ પોતાની સ્થિતીને પોતાની રચનાત્મકને આડે નથી આવવા દેતો. આ જ નહી તેણે સમગ્ર ગીત ઉત્સાહ સાથે ગીત ગાયું હતું. સ્પર્શ શાહ કોણ બનેગા કરોડપતિની ગ્રાન્ડ ફિનાલેમાં પણ પોતાનું પર્ફોમન્સ આપી ચુક્યા છે. સ્પર્શ શાહે માત્ર સાડા છ વર્ષના આયુષમાંપોતાની પહેલી સ્પીચ આપી હતી. 

ભાજપ તમામ નેતાઓએ ટ્વીટર પર હાઉડી મોદીનાં પ્રોફાઇલ પિક્ચર મુક્યા
અમેરિકાના ન્યુજર્સીમાં રહેતાના શાહ એક રેપર, ગાયક, ગીતકાર અને મોટિવેશન સ્પીકર છે. તેમનો જન્મ એસ્ટિયોજેનેસિસ ઇમ્પરાફેક્ટા રોગની સાથે થયું. આ બિમારી હાડકા ખુબ જ નબળા હોય છે. સરળતાથી તુટી જાય છે. રિપોર્ટ અનુસાર શાહની ગત્ત થોડા વર્ષોમાં 130થી વદારે હાડકા તુટી ચુક્યા છે. શાહ એમિનેમ (અમેરિકા રેપર) બનાવવાની ઇચ્છા ધરાવે છે અને એક અરબ લોકોની સામે પર્ફોમ કરવા માંગે છે. 

નાના-નાના બાળકોએ બનાવી એવી બેંક, જ્યાં પૈસા નહી પણ કચરો જમા થાય છે
સ્પર્શ શાહનાં જીવન પર આધારિત એક ડોક્યુમેન્ટ્રી બ્રિટલ બોન રેપર પણ બની ચુકી છે, જે માર્ચ 2018માં રિલીઝ થઇ હતી. શાહ હાઉડી મોદી કાર્યક્રમમાં રાષ્ટ્રગીત મુદ્દે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા મુદ્દે ઉત્સાહિત છે. તેમમે કહ્યું કે, એલા બધા લોકોની સામે રાષ્ટ્રગીત ગાન મારા માટે ખુબ જ મોટી વાત છે. હું જન ગણ મન ગીત મુદ્દે ઉત્સાહિત છું. હું પહેલા મોદીજીને મેડિસન સ્કવેર ગાર્ડનમાં દેખાયું હતું, હું તેમને મળવા માંગતો હતો પરંતુ હું તેમને માત્ર ટીવી પર જોઇ શક્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news