કેન્દ્ર સરકારની જાહેરાત- દિલ્હીના આ જિલ્લાને છોડીને દેશમાં ક્યાં નહી યોજાઇ ધોરણ 10ની Exam
માનવ સંશાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે જણાવ્યું કે દિલ્હીના નોર્થ ઇસ્ટ જિલ્લાને છોડીને દેશમાં ક્યાંય પણ CBSE ની ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાશે નહી.
નવી દિલ્હી: માનવ સંશાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ નિશંકે મંગળવારે જણાવ્યું કે દિલ્હીના નોર્થ ઇસ્ટ જિલ્લાને છોડીને દેશમાં ક્યાંય પણ CBSE ની ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ યોજાશે નહી. તેમણે એક ટ્વિટ દ્વારા આ જાણકારી આપી. તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું કે ''ફક્ત નોર્થ ઇસ્ટ દિલ્હીને છોડીને આખા દેશમાં ક્યાં ધોરણ 10ની પરીક્ષા યોજાશે નહી. પરીક્ષાઓ પહેલાં વિદ્યાર્થીઓ તૈયારીઓ માટે દસ દિવસનો સમય આપવામાં આવશે.''
સીબીએસએ પહેલાં જ આ સંબંધમાં ગત મહિને આ વિશે જણાવ્યું હતું પરંતુ વિદ્યાર્થી અને તેમના વાલીઓમાં પણ પરીક્ષાઓને લઇને ભ્રમની સ્થિતિ હતી. એચઆરડી મંત્રીએ પણ સ્પષ્ટ કર્યું કે ઉત્તર-પૂર્વીના જે વિદ્યાર્થી પહેલાં જ પરીક્ષાઓમાં સામેલ થઇ ચૂક્યા છે, તેમણે ફરીથી પરીક્ષા આપવાની જરૂર નથી. આ પરીક્ષાઓ ફક્ત વિદ્યાર્થીઓ માટે છે, જે દિલ્હીમાં હિંસા દરમિયાન સામેલ થઇ શક્યા નથી. નવા શેડ્યૂલની જાહેરાત આગામી બે દિવસમાં કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે 16 માર્ચના રોજ કોરોના સંક્રમણના લીધે આખા દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારથી આખા દેશની યુનિવર્સિટી અને સ્કૂલ બંધ છે. પછી 16 માર્ચના રોજ લોકડાઉન 2.0ની જાહેરાત કરવામાં આવી. હવે તેને 17 મે સુધી વધારવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube