સિંગરૌલી: મધ્યપ્રદેશના (Madhya Pradesh) સિંગરૌલીમાંથી (Singrauli) એક હચમચાવી નાખતો કિસ્સો પ્રકાશમાં (Viral News) આવ્યો છે. અહીં એક 64 વર્ષીય વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીનો પ્રાઈવેટ પાર્ટ (Man Stitched Wife's Private Part) સીવી નાખ્યો હતો. આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે બચ્યો પીડિત મહિલાનો જીવ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ અનિલ સોનકરે જણાવ્યું હતું કે ઘટના બાદ પીડિતાને ઉતાવળમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી હતી. ડોક્ટરોએ જણાવ્યું કે, જ્યારે પીડિતાને હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી. સમયસર યોગ્ય સારવાર મળવાને કારણે જ મહિલાનો જીવ બચ્યો હતો.


આ પણ વાંચો:- ભારતમાં ત્રીજી લહેરની આશંકા તીવ્ર થઈ, છેલ્લા 24 કલાકમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર


આરોપી સામે નોંધાયો કેસ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પીડિતાની ઉંમર 55 વર્ષ છે. મહિલા પોલીસ અધિકારીનો સંપર્ક કર્યા બાદ તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બહુ જઘન્ય અપરાધ છે.


આ પણ વાંચો:- Bollywood ના આ 10 સ્ટાર્સની પ્રાઈવેટ તસવીરો થઈ હતી લીક, સોશિયલ મીડિયા પર મચાવ્યો હતો હંગામો


પીડિતાએ પોલીસ પાસે કરી આ માંગ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય દંડ સંહિતા (IPC) ની સંબંધિત કલમો હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. જોકે, પીડિતાએ તેના પતિ સામે કડક કાર્યવાહી ન કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો:- સિરિયલ બ્લાસ્ટના બે દિવસ બાદ Kabul માં ભારે ગોળીબાર, ચારેય તરફ ફેલાયો ભય


આરોપીની શોધમાં છે પોલીસ
પોલીસ અધિકારીએ કહ્યું કે, મહિલાએ વિનંતી કરી છે કે તેના પતિ સામે કડક કાર્યવાહી ન કરવી જોઈએ. અમે જલદીથી આરોપીઓને પકડી લઈશું. તેની શોધ ચાલુ છે. ઘટના બાદથી આરોપી ફરાર છે. તમને જણાવી દઈએ કે, પીડિત મહિલાના ચાર બાળકો અને પૌત્રો છે. વૃદ્ધોની હરકતથી તમામ લોકો ચોંકી ઉઠ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube