ભારતમાં ત્રીજી લહેરની આશંકા તીવ્ર થઈ, છેલ્લા 24 કલાકમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર
કોરોના વાયરસે (Coronavirus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ -19 ના (Covid-19) કેસો ફરી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસે (Coronavirus) દેશમાં હાહાકાર મચાવ્યો છે. કોવિડ -19 ના (Covid-19) કેસો ફરી ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 46 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,759 કોરોના કેસ નોંધાયા છે અને 509 લોકોના મોત થયા છે. ભારતમાં હાલમાં કોરોનાના 3,59,775 એક્ટિવ કેસ (Covid-19 Active Cases In India) છે. એક્ટિવ કેસોની સંખ્યા કુલ કોરોના કેસોના 1.10 ટકા છે. શુક્રવારે પણ ભારતમાં કોરોનાના 44,658 નવા કેસ નોંધાયા હતા.
રિકવરી રેટ પહોંચ્યો 97 ટકાને પાર
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 31,374 સંક્રમિત લોકો સાજા થયા છે. દેશમાં કોવિડ-19 થી રિકવરી રેટ હાલમાં 97.56 ટકા છે. ત્યારે વિકલી પોઝિટિવિટી રેટ 2.19 ટકા છે, જે છેલ્લા 64 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. ત્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 2.66 ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં અત્યાર સુધીમાં 51.68 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનો સૌથી વધુ કહેર દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં છે. છેલ્લા 24 કલાકમાં અહીં કોરોનાના 32 હજારથી વધુ નવા કેસ મળી આવ્યા છે.
દેશમાં કરવામાં આવ્યું છે રેકોર્ડ વેક્સીનેશન
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ભારતમાં રેકોર્ડ વેક્સીનેશન (Vaccination) કરવામાં આવ્યું હતું. શુક્રવારે 1 કરોડ 3 લાખ 35 હજાર 290 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં દેશમાં 62 કરોડ 29 લાખ 89 હજાર 134 લોકોને રસી (Vaccine) આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે