હૈદરાબાદઃ વેટરનરી ડોક્ટર(Veternary Doctory) પર સામુહિક બળાત્કાર(Gang Rape) અને હત્યાના(Murder) કેસમાં પકડાયેલા આરોપીઓના પોલીસ એન્કાઉન્ટરમાં(Police Encounter) થયેલા મોતની આંધ્ર પ્રદેશના(Andhra Pradesh) મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ(Jagan Mohan Reddy) પ્રશંસા કરી છે. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ(CM Jagan Reddy) આ કાર્યવાહી માટે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ(KCR) અને તેલંગાણા પોલીસની(Telangana Police) પ્રશંસા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધ્ર પ્રદેશ વિધાનસભામાં(Andhra Pradesh Assembly) ચર્ચા દરમિયાન મુખ્યમંત્રી જગન રેડ્ડીએ(CM Jagan Reddy) કહ્યું કે, "હું પણ બે દિકરીઓનો પિતા છું. એક બહેનનો ભાઈ છું અને મારી પત્ની પણ છે. જો મારી દિકરી, બહેન કે પત્ની સાથે કંઈ પણ થયું હોત તો એક પિતા, ભાઈ કે પતિ તરીકે મારી શું પ્રતિક્રિયા રહેતી?" જોકે, જગને વધુમાં જણાવ્યું કે, બળાત્કાર અને સામુહિક દુરાચાર જેવી ઘટનાઓ રોકવા માટે કાયદાને વધુ કડક બનાવાની જરૂર છે. 


હૈદરાબાદ એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે થશે સુનાવણી, પોલીસ પર FIR નોંધવાની કરી માંગ


ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ એન્કાઉન્ટરનો(Hydrabad Encounter) કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે તો કેટલાક લોકો તેની પ્રશંસા પણ કરી રહ્યા છે. કાયદા-વ્યવસ્થા સાથે સંકળાયેલા લોકો આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. જેની સામે મહિલા સાંસદ અને વરિષ્ઠ અભિનેત્રી જયા બચ્ચને આ કાર્યવાહીની પ્રશંસા કરતા કહ્યું હતું કે, બળાત્કારીઓને ભીડને હવાલે કરી દેવા જોઈએ. 


જોકે, તેલંગાણા હાઈકોર્ટે આ એન્કાઉન્ટર મામલે સંજ્ઞાન લીધું છે. હાઈકોર્ટે પોલીસની સંપૂર્ણ કાર્યવાહીનો રિપોર્ટ માગ્યો છે. હૈદરાબાદ એન્કાઉન્ટર બાબતે દાખલ થયેલી જાહેર હિતની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થવાની છે. 


હૈદરાબાદ બાદ બિહારમાં હેવાનિયત, બળાત્કારનો વિરોધ કર્યો તો યુવતીને જીવતી સળગાવી


લોકોએ વરસાવ્યા હતા ફુલ
ઉલ્લેખનીય છે કે, હૈદરાબાદ એન્કાઉન્ટરની ઘટના પછી જે સ્થળે આરોપીઓનું એન્કાઉન્ટર થયું હતું તે શાદનગર કસ્બામાં જ્યારે પોલીસ કર્મચારીઓ આરોપીઓની શબ લઈ જઈ રહ્યા હતા ત્યારે તેમના પર સ્થાનિક લોકોએ ફુલોનો વરસાદ વરસાવ્યો હતો. 28 નવેમ્બરના રોજ જે પુલના નીચે પીડિતાની બળી ગયેલું શબ મળ્યું હતું તેના ઉપર ઊભા રહીને લોકોએ 'પોલિસ જિન્દાબાદ'ના નારા લગાવ્યા હતા. 


નાગપુર: 5 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયત્ન બાદ હત્યા, આરોપીની ધરપકડ


વડોદરા ગેંગ રેપની પીડિતાએ નરાધમોને ઓળખી બતાવ્યા... જુઓ વીડિયો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....