હૈદરાબાદ એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે થશે સુનાવણી, પોલીસ પર FIR નોંધવાની કરી માંગ

હૈદરાબાદમાં રેપ અને મર્ડરના આરોપીઓના એન્કાઉન્ટર કેસમાં દાખલ જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે હૈદરાબાદ મુઠભેડમાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અત્યાર અરજી સુનાવણી માટે કોર્ટની લિસ્ટમાં નથી, પરંતુ વકીલે અરજી પર જલદી સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસની કોર્ટમાં મેંશન કર્યું.  

હૈદરાબાદ એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે થશે સુનાવણી, પોલીસ પર FIR નોંધવાની કરી માંગ

નવી દિલ્હી:  હૈદરાબાદમાં ગેંગરેપ-મર્ડર કેસના આરોપીઓના એન્કાઉન્ટર કેસમાં દાખલ જનહિતની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થશે. તમને જણાવી દઇએ કે હૈદરાબાદ મુઠભેડમાં પોલીસ કર્મીઓ વિરૂદ્ધ વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે. અત્યાર અરજી સુનાવણી માટે કોર્ટની લિસ્ટમાં નથી, પરંતુ વકીલે અરજી પર જલદી સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસની કોર્ટમાં મેંશન કર્યું.  

આ અરજી સુપ્રીમ કોર્ટના વકીલ જી એસ મણિએ પોતે દાખલ કરી છે. અરજીમાં એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ એજન્સી પાસે કરાવવાની માંગ કરવામાં આવી છે. સાથે જ સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન હેઠળ સાઇબરાબાદ પોલીસ કમિશ્નર વીસી સજ્જનાર અને એન્કાઉન્ટરમાં સામેલ પોલીસકર્મીઓ વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગ કરી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એન્કાઉન્ટર પર સુપ્રીમ કોર્ટના દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવ્યું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news