હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને કારણ તબાહી થઈ છે અને બંન્ને રાજ્યોમાં કુલ મળીને 25 લોકોના મોત થયા છે. વરસાદની સૌથી વધુ અસર હૈદરાબાદમાં જોવા મળી છે. હૈદરાબાદના ઘણા ભાગમાં સતત વરસાદને કારણે અત્યાર સુધી 25 લોકોના મોત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદમાં 15 લોકો સિવાય કુર્નૂલ નગરમાં 3 લોકોના મોત થયા છે. તેમાંથી 9 લોકોના મોત તો બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દીવાલ પડવાથી થયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને નિચલા વિસ્તાર તો જળમગ્ન છે. તેલંગણામાં 18 લોકો તો આંધ્રમાં 7 લોકોના મોત થયા છે. 


આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ કે, તેમણે ભારે વરસાદથી પરેશાન આંધ્ર પ્રદેશ અને તેલંગણાના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી છે અને મદદ કરવાનો વિશ્વાસ અપાવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ- 'ભારે વરસાદને કારણે તેલંગણા અને આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ અને વાઈએસ જગન મોહન રેડ્ડી સાથે વાત કરી. કેન્દ્રએ દરેક સંભવ બચાવ અને રાહત કાર્યમાં મદદ તથા સહયોગનું આશ્વાસન આપ્યું છે. ભારે વરસાદથી પ્રભાવિત લોકો વિશે વિચારી રહ્યો છું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આપદા પર દુખ વ્યક્ત કર્યું છે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube