નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Delhi CM Arvind Kejriwal) કિસાનોના સમર્થનમાં કાલે (સોમવાર) એક દિવસનો ઉપવાસ રાખશે. તેમણે લોકોને ઉપવાસ રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, બધા લોકો પોતાના ઘરમાં એક દિવસનો ઉપવાસ રાખે અને કિસાનોની માંગનું સમર્થન કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દેશના ઘણા ખેલાડીઓએ કિસાનોનું સમર્થન કર્યું છે, શું તે એન્ટી નેશનલ છે? શું દેશના વકીલ, વ્યાપારી એન્ટી નેશનલ છે? અન્ના હજારેના આંદોલન દરમિયાન કોંગ્રેસની સરકાર બદનામ કરતી હતી, તેજ રીતે કિસાન આંદોલનને બીજેપી બદનામ કરી રહી છે. 


ડિજિટલ કોન્ફરન્સમાં સીએમે કહ્યુ કે, હું પૂછવા ઈચ્છુ છું કે અહીં ઘણા પૂર્વ સૈનિક બેઠા છે, જેણે દેશની રક્ષા કરવા માટે પોતાના જીવની બાજી લગાવી હતી. શું આ બધા લોકો  anti-national છે.


Farmers Protest: અમિત શાહ ફરી એક્ટિવ, પંજાબ ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત 


કેજરીવાલે કહ્યુ કે, જ્યારે અમે અન્ના આંદોલન કરી રહ્યા હતા ત્યારે રામલીલા મેદાનમાં આંદોલન થઈ રહ્યુ હતું અને અમારા વિરુદ્ધ પણ બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસની જેમ આજે ભાજપ કિસાનોનું આંદોલન બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. 


કેજરીવાલે કહ્યુ કે, દેશના કિસાનોને એન્ટી નેશનલ કહેવાની હિંમત ન કરવી. પહેલા અનાજના સ્ટોરેજની લિમિટ હતી, સ્ટોક કરવા પર કાર્યવાહી થતી હતી. સંગ્રહખોરી કરવો ગુનો હતો કારણ કે તેના કારણે તંગી થતી હતી. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube