કોરોના એ બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયાનું સૌથી મોટું સંકટ: PM મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ હાલ સૌથી મોટું સંકટ આવ્યું છે. જે રીતે વિશ્વયુદ્ધ બાદ દુનિયા બદલાઈ ગઈ હતી તે જ રીતે કોરોના બાદ દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ જશે.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકની રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સના સિલ્વર જ્યુબિલી કાર્યક્રમને સંબોધિત કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ હાલ સૌથી મોટું સંકટ આવ્યું છે. જે રીતે વિશ્વયુદ્ધ બાદ દુનિયા બદલાઈ ગઈ હતી તે જ રીતે કોરોના બાદ દુનિયા સંપૂર્ણ રીતે બદલાઈ જશે.
તેમણે કહ્યું કે આ જંગમાં કોરોના યોદ્ધાઓની ભૂમિકા ખુબ મહત્વની છે. દુનિયા ભારત સામે જોઈ રહી છે. આપણે માનવતા સંબંધિત વિકાસ તરફ જોવું પડશે. ડોક્ટરો અને સ્વાસ્થ્યકર્મીઓ વરદી વગરના સૈનિકો છે. પીએમ મોદીએ કહ્યું કે વાયરસ ભલે invisible (અદ્રશ્ય) છે પરંતુ કોરોના યોદ્ધાઓ invincible (અજેય, અદમ્ય) છે. તેમણે કહ્યું કે 22 વધુ AIIMS ખુલી છે અને ભારત વિકાસ કરી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં એમબીબીએસની 30 હજાર સીટો વધી છે. તથા પોસ્ટ ગ્રેજ્યુએશનમાં પણ 15000નો વધારો થયો છે. કોરોના યોદ્ધાઓ પર સતત થઈ રહેલા હુમલાઓને લઈને ફરીથી પીએમ મોદીએ આકરું વલણ અપનાવતા કહ્યું કે હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ફ્રન્ટલાઈન કોરોના વર્કર્સ સાથે થઈ રહેલો ખરાબ વર્તાવ જરાય સહન કરી શકાય નહીં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube