ખેડૂત આંદોલનનો અંત લાવવા માટે ચર્ચિત IAS અધિકારી Ashok Khemka એ જણાવ્યો આ ફોર્મ્યુલા
હરિયાણાના ચર્ચિત આઈએએસ અધિકારી અશોક ખેમકાએ વિવાદનો ઉકેલ લાવવા માટે એક ઉપાય સૂચવ્યો છે. જો કે તેમના ઉપાય પર હજુ સુધી ખેડૂતો કે તેમના કોઈ સંગઠને કોઈ પ્રતિક્રિયા આપી નથી.
નવી દિલ્હી: કૃષિ કાયદા (Agriculture Law) ને લઈને આંદોલન (Farmers Protest) કરી રહેલા ખેડૂતો (Farmers) ને મનાવવા માટે સરકાર દરેક શક્ય પ્રયત્ન કરી રહી છે. ખેડૂતો સાથે અનેક રાઉન્ડની વાતચીત પણ થઈ છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ જોવા મળ્યું નથી. આજે ખેડૂતો ભૂખ હડતાળ પર ઉતર્યા છે. આવામાં ગતિરોધ લાંબા સમય સુધી ખેંચાય તેવી આશંકા છે. આ બધા વચ્ચે હરિયાણાના ચર્ચિત આઈએએસ અધિકારી અશોક ખેમકા (Ashok Khemka) એ વિવાદનો ઉકેલ લાવવા માટે એક ઉપાય સૂચવ્યો છે. જો કે તેમના ઉપાય પર હજુ સુધી ખેડૂતો કે તેમના કોઈ સંગઠને કોઈ પ્રતિક્રિયા આપી નથી.
દેશના અન્નદાતાની વાર્ષિક આવક કોર્પોરેટ કંપનીમાં કામ કરતાં ફ્રેશર કરતાં પણ ઓછી!
આ છે સંભવિત સમાધાન
અશોક ખેમકાએ આ અંગે એક ટ્વીટ કરીને કહ્યું કે "ખેડૂત આંદોલનનું એક સંભવિત સમાધાન:- કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા MSP નો લાભ તમામ રાજ્યો વચ્ચે બરાબર વહેંચવામાં આવી શકે છે. બાકીનો બોજ રાજ્ય સરકારોએ વહન કરવો જોઈએ. રાજ્યોએ પોતાની જરૂરિયાત અને ક્ષમતા મુજબ ખેડૂતોને વિભિન્ન પાક પર MSPની ગેરંટી આપવી જોઈએ. MSPનું વિકેન્દ્રીકરણ જ ઉત્તમ છે."
Farmers Protest: કૃષિ કાયદાના વિરોધમાં આજે ખેડૂતોની ભૂખ હડતાળ, કેજરીવાલ પણ ઉપવાસ પર
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube