IAS Success Story: સ્માર્ટ સ્ટડી અને આકરી મહેનતથી પ્રેરણા સિંહ બન્યા UPSC ટોપર
UPSC પરીક્ષાની તૈયારી દર વર્ષે લાખો વિદ્યાર્થી કરતા હોય છે. પરંતુ તેમાં અમુક જ વિદ્યાર્થીઓને સફળતા મળે છે. સફળ થનારા ઉમેદવારનું પોતાનું એક અલગ યૂનિટ હોય છે. જેનાથી તે પરીક્ષાની તૈયારી કરે છે. સટીક રણનીતિ અને આકરી મહેનતના કારણે સફળતા હાંસલ કરનારા ઉમેદવાર તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હોય છે. 2017 બેચના આઈએએસ ઓફિસર પ્રેરણા સિંહ હાલમાં ઉત્તર પ્રદેશના ઈટાવામાં ચીફ ડેવલપમેન્ટ ઓફિસરના પદ પર કાર્યરત છે.
નવી દિલ્લી: UPSC પરીક્ષાની તૈયારી દર વર્ષે લાખો વિદ્યાર્થી કરતા હોય છે. પરંતુ તેમાં અમુક જ વિદ્યાર્થીઓને સફળતા મળે છે. સફળ થનારા ઉમેદવારનું પોતાનું એક અલગ યૂનિટ હોય છે. જેનાથી તે પરીક્ષાની તૈયારી કરે છે. સટીક રણનીતિ અને આકરી મહેનતના કારણે સફળતા હાંસલ કરનારા ઉમેદવાર તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી હોય છે. આવા જ એક સફળ ઉમેદવાર અને 2017 બેચના IAS ઓફિસર છે પ્રેરણા સિંહ. જેમની કહાની લાખો યુવાઓને પ્રેરિત કરનારી છે.
મેચમાં કોહલીની ઈજ્જત દાવ પર લાગી હતી ત્યારે તેનો બોલર યુવતી સાથે આંખ મિચોલી રમતો હતો, જુઓ Video
ધોરણ 9થી 12ના પુસ્તક વાંચવાનું ન ભૂલશો:
પ્રેરણા સિંહનું માનવું છે કે NCERTના ધોરણ 6થી 12ના પુસ્તકોને વાંચવાથી પાયો મજબૂત કરી શકાય છે. જો તમારી પાસે સમયનો અભાવ છે તો ધોરણ 9થી 12ના પુસ્તક વાંચવાનું ભૂલશો નહીં. પ્રેરણા સિંહે આ જ પ્રકારે પોતાની તૈયારી શરૂ કરી હતી. પ્રેરણા સિંહનું કહેવું છે કે જ્યારે તમારું બેઝિક ક્લિયર થઈ જાય તેના પછી સિલેબસ પ્રમાણે પુ્સ્તકોને ધ્યાન આપીને વાંચો.
નાની-નાની નોટ્સ તમને મદદરૂપ સાબિત થશે:
IAS પ્રેરણા સિંહનું માનવું છે કે તૈયારી કરતાં સમયે તમે પોતાના પુસ્તકમાંથી નાની-નાની નોટ્સ બનાવી લો. તેનાથી તમે ઓછા સમયમાં પોતાના સંપૂર્ણ સિલેબસને સરળતાથી રિવીઝન કરી શકશો. રિવીઝનના કારણે તમે આ પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. નાની-નાની નોટ્સ તમને આખા સિલેબસને કવર કરવામાં મદદ કરી શકે છે.
સ્માર્ટ સ્ટડી કરવી પડશે:
હાલના સમયમાં યૂપીએસસીની તૈયારી કરવા માટે તમારે સ્માર્ટ સ્ટડી પર ધ્યાન આપવું પડશે. તેનાથી તમારો સમય પણ બચી જશે. જેનો ઉપયોગ તમે રિવીઝનમાં કરી શકો છો.
વધારેમાં વધારે રિવીઝન કરો:
પ્રેરણા સિંહનું માનવું છે કે આકરી મહેનત અને વધારેમાં વધારે રિવીઝન સફળતામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમના જણાવ્યા પ્રમાણે દરેક ઉમેદવારે પોતાનો સિલેબસ સારી રીતે પૂરો કરવા માટે વધારે વખત રિવીઝન કરવું જ જોઈએ.
ચીફ ડેવલપમેન્ટ ઓફિસર છે પ્રેરણા સિંહ:
2017 બેચના IAS ઓફિસર પ્રેરણા સિંહ અત્યારે ઉત્તર પ્રદેશના ઈટાવામાં ચીફ ડેવલપમેન્ટના પદ પર કાર્યરત છે. તેની પહેલાં તે મુરાદાબાદમાં જોઈન્ટ મેજિસ્ટ્રેટ હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube