નવી દિલ્હી: ગુપ્તચર એજન્સીઓના અહેવાલ પછી ઇન્ટેલિજન્સ બ્યુરો (Intelligence Bureau)એ દિલ્હી પોલીસ (Delhi Police) ને NCRમાં સંભવિત આતંકિ હુમલાના ખતરાને લઇને એલર્ટ જાહેર કર્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાની સાથે અલ-ઉમર-મુઝાહિદીન ISIના નવા પોસ્ટર બોય છે અને ખાડીની બહાર આતંકી હુમલો કરવામાં સક્ષમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- વંદેભારત એક્સપ્રેસ: 180 ડિગ્રી સુધી ફરી શકે છે ખુરશીઓ, આટલી સ્પીડમાં દોડશે, જાણો 10 સુવિધાઓ


એલર્ટમાં દિલ્હી NCRમાં શંકાસ્પદ પર સતત નજર રાખવા, તેમના અડ્ડાઓને ચેક કરવા અને શંકાસ્પદ સ્થાનો પર રેડ કરવાનો આદેશ આપ્યા છે.


આઇબીના રિપોર્ટ અનુસાર, ISIનો ઇરાદા જમ્મુ અને કાશ્મીરની બહાર મોટા શહેરોમાં હુમલાને અંજામ આપાવનો છે. સાથે જ દિલ્હી પોલીસને NCR પોલીસની સાથે તાલમેલ રાખી અને મદદ કરવાનો આદેશશ પણ છે.


આ પણ વાંચો:- અમિત શાહે વંદેભારત એક્સપ્રેસને દેખાડી લીલી ઝંડી, 8 કલાકમાં દિલ્હીથી કટરા


પોલીસે આ કહ્યું છે કે, સાઇબર કેફે, જુના કાર ડીલરો, સિમ કાર્ડ ડીલર્સ, કેમિકલની દુકાનો પર ખાસ નજર રાખવામં આવશે.


રિપોર્ટ અનુસાર, ખાડીની બહાર મોટા પ્રમાણમાં આતંકી હુમલો કરવા માટે ISI ફિદાયીન ગ્રુપ્સને સામેલ કરી રહ્યું છે, જેમાં મુખ્ય રીતે અલ-ઉમર-મુઝાહિદીન સામેલ છે.


આ પણ વાંચો:- બિહારમાં આજે ફરીથી ભારે વરસાદની સંભાવના, તમામ સ્કૂલો દુર્ગા પૂજા સુધી બંધ


રિપોર્ટ અનુસાર, ISI માનવ બોમ્બ અથાવ વિસ્ફોટકથી ભરેલા વાહન દ્વારા હુમલો કરાવી શકે ચે. આતંકવાદી ભીડવાળા વિસ્તારોમાં ગ્રેનેડ ફેંકી શકે છે. અથવા IED લગાવી શકે છે. આતંકવાદી પ્રમુખ શહેરોમાં હાઇ સિક્યોરિટી એરીયામાં ફાયરિંગ કરી શકે છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...