વંદેભારત એક્સપ્રેસ: 180 ડિગ્રી સુધી ફરી શકે છે ખુરશીઓ, આટલી સ્પીડમાં દોડશે, જાણો 10 સુવિધાઓ

ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીથી કટરા જવા માટે નવી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી રવાના કરી દીધી છે. આ સાથે જ સરકારે શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જતા ભક્તોને આ નવરાત્રીમાં મોટી ભેટ આપી છે.

વંદેભારત એક્સપ્રેસ: 180 ડિગ્રી સુધી ફરી શકે છે ખુરશીઓ, આટલી સ્પીડમાં દોડશે, જાણો 10 સુવિધાઓ

નવી દિલ્હી: ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હીથી કટરા જવા માટે નવી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી દેખાડી રવાના કરી દીધી છે. આ સાથે જ સરકારે શ્રી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જતા ભક્તોને આ નવરાત્રીમાં મોટી ભેટ આપી છે. સામાન્ય યાત્રીઓ માટે ટ્રેન 5 ઓક્ટોબરથી શરૂ થશે. ટ્રનની ટિકિટ બુકિંગ પહેલાથી શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં રેલ મંત્રી પીયૂષ ગોયલની તરફથી આ વખતે પહેલાથી જાહેરાત કરવામાં આવી હતી. ટ્રેનની ખુરશીઓને જરૂરીયાત પડવા પર 180 ડિગ્રી પર ફેરવી શકાય છે.

તમને જણાવી દઇએ કે સપ્તાહમાં 6 દિવસ દોડતી વંદેભારત ટ્રેન દિલ્હીથી કટરાની વત્તા સવારે 6 વાગે રવાના થશે અને બપોર 2 વાગે કટરા પહોંચશે. મંગળવારના ટ્રેનને નહી ચલાવવામાં આવે. કટરાથી બપોર 3 વાગ્યે ઉપડી રાત્રે 11 વાગ્યે દિલ્હી પહોંચશે. ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રિઓ માટે ખાવા પીવાની પેડ સુવિધા પણ આઇઆરસીટીસી તરફથી આપવામાં આવી રહ્યું છે. તમે ઇચ્છો તો તમે વગર ખાવા-પીવાના પણ ટ્રેન ટીકિટ બુક કરાવી શકો છે.

વંદેભારત એક્સપ્રેસની 10 સુવિધાઓ
- વંદેભારત એક્સપ્રેસ 180 કિલોમીટર પ્રતિકલાકની મહત્વમ સ્પીડથી દોડી શેકે છે.
- ભારતીય રેલવેની આ ટ્રેનમાં શતાબ્દી ટ્રેનો જેવી યાત્રા શ્રેણી અને સુંદર સુવિધાઓ છે.
- આખી ટ્રેનમાં 16 ડબ્બા છે જેમાં બે એગ્ઝીક્યૂટિવ ક્લાસના છે.
- ટ્રેનમાં 1128 યાત્રીઓ બેસી શકે એટલી ક્ષમતા ધરાવે છે. એટલે કે 1 હજારથી વધારે લોકો મુસાફરી કરી શકે છે.
- આ ટ્રેનમાં શતાબ્દીના બરાબર ડબ્બાની સંખ્યા હોવા છતાં પણ શતાબ્દીથી ઘણી વધારે સીટ છે.
- એન્જિનલેશ આ આધુનિક ટ્રેનના તમામ કોચમાં સ્વંચાલિત દરવાજા, જીપીએસ આધારીત ઓડિઓ-વિઝ્યુઅલ યાત્રી સૂચના સિસ્ટમ છે.
- મનોરંજનના ઉદેશ્યથી પણ ટ્રેનની અંદર હોટસ્પોટ વાઇફાઇ અને ખુબજ આરમદાયક સીટો છે.
- તમામ શૌચાલય બાયો-વેક્યૂમ ફિચરવાળા છે.
- તમામ યોત્રિઓને ગરમ ખાવાનું અને ઠંડુ પીવા માટે દરેક કોટરમાં પેન્ટ્રી (રસોઇ)ની સુવિધા છે.
- યાત્રિઓને આરામને જોતા દરેક કોચમાં ગર્મી અને અવાજથી બચવાની ખાસ વ્યવસ્થા છે.

દિલ્હીથી કટરાનું ભાડૂ
- એસી ચેર કારની ટિકિટ 1630 રૂપિયા (બેઝ ભાડુ 1120 રૂપિયા + રિઝર્વેશન ચાર્જ 40 રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 45 રૂપિયા + કુલ જીએસટી 61 રૂપિયા + કેટરિંગ ચાર્જ 364 રૂપિયા)
- એગ્ઝક્યૂટિવ ચેર કાર ટિકિટની કિંમત 3015 રૂપિયા (બેઝ ભાડૂ 2337 રૂપિયા + રિઝર્વેશન ચાર્જ 60 રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 75 રૂપિયા + કુલ જીએસટી 124 રૂપિયા + કેટરિંગ ચાર્જ 369 રૂપિયા)

કટરાથી દિલ્હીનું ભાડૂ
- એસી ચેર કારની ટિકિટ 1570 રૂપિયા (બેઝ ભાડુ 1116 રૂપિયા + રિઝર્વેશન ચાર્જ 40 રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 45 રૂપિયા + કુલ જીએસટી 61 રૂપિયા + કેટરિંગ ચાર્જ 364 રૂપિયા)
- એગ્ઝક્યૂટિવ ચેર કાર ટિકિટની કિંમત 2965 રૂપિયા (બેઝ ભાડૂ 2337 રૂપિયા + રિઝર્વેશન ચાર્જ 60 રૂપિયા + સુપર ફાસ્ટ ચાર્જ 75 રૂપિયા + કુલ જીએસટી 124 રૂપિયા + કેટરિંગ ચાર્જ 369 રૂપિયા)

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news