હવે માત્ર કોગળા કરી ખબર પડી જશે કોરોના છે કે નહીં, ICMRએ આપી મંજૂરી
આ ટેસ્ટમાં સ્વેબનું કલેક્શન જરૂરી નથી. તેમાં એક ટ્યૂબ હશે, જેમાં સલાઇન હશે. લોકોને કોરોનાની તપાસ માટે આ સલાઇનને મોઢામાં નાખી અને પછી 15 સેકેન્ડ સુધી કોગળા કરવાની જરૂર પડશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે દેશમાં દરરોજ લાખોની સંખ્યામાં કોરોનાના ટેસ્ટ થઈ રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં ઘણીવાર કોરોના ટેસ્ટિંગના રેકોર્ડ બન્યા છે. પરંતુ લોકોને વધુ વિશ્વાસ આરટી-પીસીઆર ટેસ્ટ પર હોય છે, પરંતુ કાઉન્સિલ ઓફ સાઇન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચે એક એવી ટેકનીત બનાવી છે, જેની મદદથી માત્ર ત્રણ કલાકમાં ખ્યાલ આવી જશે કોરોના છે કે નહીં. તેમાં કોગળા કરી કોરોના વિશે જાણકારી મેળવી શકાશે. આઈસીએમઆરે આ ટેકનીતને મંજૂરી આપી દીધી છે.
આ ટેસ્ટમાં સ્વેબનું કલેક્શન જરૂરી નથી. તેમાં એક ટ્યૂબ હશે, જેમાં સલાઇન હશે. લોકોને કોરોનાની તપાસ માટે આ સલાઇનને મોઢામાં નાખી અને પછી 15 સેકેન્ડ સુધી કોગળા કરવાની જરૂર પડશે. જ્યારે તે વ્યક્તિ કોગળા કરી લેસે પછી તેણે ટ્યૂબમાં થુકવુ પડશે અને ટેસ્ટિંગ માટે આપવું પડશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આ ટેકનીકને નોંધપાત્ર ઇનોવેશન ગણાવી છે. તેમણે કહ્યું- આ સ્વેબ ફ્રી ટેકનીક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
ભયાનક હશે કોરોનાની ત્રીજી લહેર, IIT એ દિલ્હી સરકારને આપી ચેતવણી
મહત્વનું છે કે આ પહેલા કોવિસેલ્ફ કિટ લોન્ચ થઈ હતી, જેમાં 15 મિનિટમાં કોરોનાની માહિતી મેળવી શકાય છે. આ કિટની કિંમત ટેક્સ સાથે 250 રૂપિયા રાખવામાં આવી છે. કિટની સાથે એક મેન્યુઅલ હોય છે, જેમાં જણાવવામાં આવે છે કે કોઈ સ્વાસ્થ્યકર્મીની મદદ વગર તમે જાતે કઈ રીતે કોરોના ટેસ્ટ કરી શકો છો. કારણ કે આ રેપિડ એન્ટીજન ટેસ્ટ છે, તેમાં માત્ર નાકના સ્વેબની જરૂર પડશે. ટેસ્ટમાં માત્ર 2 મિનિટનો સમય લાગશે અને 15 મિનિટની અંદર પરિણામ મળી જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube