ત્રીજી લહેરમાં દરરોજ નોંધાઇ શકે 45,000 કોરોનાના કેસ, IIT એ Delhi સરકારને આપી ચેતવણી

આઇઆઇટી-દિલ્હી (IIT-Delhi) એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીને કોરોનાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ. અહીં કોવિડ 19 સંક્રમણના દરરોજ લગભગ 45,000 કેસ નોંધાઇ શકે છે.

ત્રીજી લહેરમાં દરરોજ નોંધાઇ શકે 45,000 કોરોનાના કેસ, IIT એ Delhi સરકારને આપી ચેતવણી

નવી દિલ્હી: આઇઆઇટી-દિલ્હી (IIT-Delhi) એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીને કોરોનાના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઇએ. અહીં કોવિડ 19 સંક્રમણના દરરોજ લગભગ 45,000 કેસ નોંધાઇ શકે છે. તેમાંથી 9,000 દર્દીઓ એવા હશે. જેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે. આ રિપોર્ટ કોરોનાની ત્રીજી લહેરને લઇને દિલ્હી હાઇકોર્ટમાં જમા કરાવ્યો છે. 

દરરોજ 944 મેટ્રીક ટન Oxygen ની પડશે જરૂર
શુક્રવારે દાખલ કરવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના સંકટમાંથી બહાર નિકળવા માટે શહેરને દરરોજ કુલ 944 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડશે. તેને લઇને જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની પીઠે દિલ્હી સરકાર પાસે 4 અઠવાડિયાની અંદર એક ચાર્જશીટ દાખલ કરવા માટે કહ્યું છે. તેમાં રિપોર્ટમાં કરવામાં આવેલી ભલામણોના આધારે આપવામાં આવેલી સમયસીમા સુધી જરૂરી પગલાં ભરવાની યોજના જણાવવાનું કહેવામાં આવ્યું છે. કોર્ટે આ રિપોર્ટના નિષ્કર્ષોમાંથી એકને મહત્વપૂર્ણ ગણાવતાં કહ્યું કે સરકારને વિભિન્ન સ્થળો પર અને હોસ્પિટલોમાં ઓક્સિજન  ઉત્પાદન એકમો સ્થાપવા જોઇએ.  

પીઠે કહ્યું કે 'આપણે સદીમાં એકવાર આવનાર મહામારીનો સામનો કરી રહ્યા છીએ. ઐતિહાસિક પ્રમાણોના અનુસાર અંતિમ મહામારી 1920માં આવી હતી. ઓક્સિજન મેન્યુફેક્ચરિંગની સ્થાપનાને પ્રથમ પ્રાથમિકતા માનવામાં આવે.' 

બીજી લહેરથી 60% વધુ હશે દર્દીઓ
આઇઆઇટી દિલ્હીના રિપોર્ટમાં 3 સ્થિતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી સ્થિતિમાં કોરોનાની બીજી લહેરની જેવી પરિસ્થિતિઓ રહેવા પર દર્દીઓની સંખ્યા, હોસ્પિટૅલમાં ભરતી થનાર લોકોની સંખ્યા, ઓક્સિજનની જરૂરનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજી સ્થિતિ નવા કેસના 30 ટકા વધવાની સંભાવના વચ્ચે પડનાર જરૂરિયાતોને લઇને છે. તો ત્રીજી સ્થિતિમાં દર્દીઓની સંખ્યા 60 ટકાના વધારો થવાની વાત કરવામાં આવી છે. આ ત્રીજી સ્થિતિમાં દરરોજ 45 હજારથી વધુ કેસ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. 

ક્રાયોજેનિક ઓક્સિજન ટેંકર ખરીદવા ભલામણ
ટાઇમ્સ ઓફ ઇન્ડીયાની વેબસાઇટ પર પ્રકાશિત એક સમાચાર અનુસાર આઇઆઇટી-દિલ્હીના પ્રોફેસર સંજય ધીરે રિપોર્ટના નિષ્કર્ષોને લઇને કોર્ટમાં કહ્યું કે ઓક્સિજન ભંડારની ક્ષમતામાં વધારો, દિલ્હીની બહારથી આપૂર્તિમાં સુધાર અને ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કરોની કમીચે દૂર કરવા માટે તાત્કાલીક ઉપાય કરવા જોઇએ. સાથે જ ઓક્સિજન માટે રિફિલરોની સંખ્યા વધારવાની પણ ભલામણ કરવામાં આવી છે. તેના હેઠળ હોસ્પિટલોને સ્થાનિક રિફલિંગ સ્ટેશન સ્થાપવા અંગે વિચાર કરવા માટે કહેવામાં આવ્યું છે. રિપોર્ટના અનુસાર દિલ્હી સરકાર વિતરણને સુવ્યવસ્થિત કરવા માટે 20-100 ટનની ક્ષમતાવાળા 20-25 ક્રાયોજેનિક ઓક્સિજન ટેન્કર ખરીદવા જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news